ચીનમાં કુદરતનો કહેર, ભારે વરસાદથી અનેક પ્રાંતમાં હાહાકાર, ગુઆંગડોંગ શહેરમાં સૌથી ખરાબ હાલત

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વિસ્તારના હજારો રહેવાસીઓને ઉચ્ચ અને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ-પૂર્વ ચીનમાં રવિવારે એક મકાનમાં માટી ધસી પડતાં 11 લોકોનાં મોત થયાં હતાં. ચીનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સાથે સંકળાયેલ વરસાદ હુનાન પ્રાંતના દક્ષિણ-પૂર્વ ભાગોમાં પડ્યો હતો.

ચીનમાં કુદરતનો કહેર, ભારે વરસાદથી અનેક પ્રાંતમાં હાહાકાર, ગુઆંગડોંગ શહેરમાં સૌથી ખરાબ હાલત

બેઇજિંગઃ ચીનમાં ફરી એકવાર કુદરતનો કાળો કહેર જોવા મળ્યો... અહીંયા અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની ગઈ... તો અનેક જગ્યાએ ભૂસ્ખલનના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો... ત્યારે ચીનમાં તોફાન અને મૂશળધાર વરસાદે કેવો કહેર મચાવ્યો?... જોઈશું આ અહેવાલમાં... .

પાડોશી દેશમાં ફરી કુદરતનો કાળો કહેર
મૂશળધાર વરસાદ લાવ્યો મોટી મુસીબત
પૂરના પાણીએ વેર્યો ભારે વિનાશ

વાત ભારતના પાડોશી દેશ ચીનની થઈ રહી છે... અહીંયા છેલ્લાં ઘણા સમયથી કુદરત કોપાયમાન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે... જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે.... જેમાં જોઈ શકાય છે કે પહાડો પરથી પાણીની સાથે સાથે મોટા પ્રમાણમાં માટી અને નાના-મોટા પથ્થરો નીચે આવી રહ્યા છે.... જે રસ્તામાં જે આવે તેને પોતાની સાથે ખેંચી જવા માટે  આતુર છે.

ભારે વરસાદના કારણે હાઈવે પર એટલું પાણી ભરાઈ ગયું કે રસ્તા પર અનેક ગાડીઓ બંધ થઈ ગઈ... તો અનેક વિસ્તારમાં રસ્તા પર કારના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું... જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની ગઈ છે... જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં અનેક ગાડીઓ રમકડાંની જેમ તણાવા લાગી.

પહાડો પર અનરાધાર વરસાદથી નીચેના વિસ્તારોમાં કેવી સ્થિતિ છે તેના આ દ્રશ્યો છે... જેમાં ધસમસતી નદીઓ રસ્તા પર વહેવા લાગી... જેના કારણે તે વિસ્તારના લોકોમાં ભારે ખૌફ ફેલાઈ ગયો.

હુનાન પ્રાંતમાં ભૂસ્ખલનથી મોટી તબાહી સર્જાઈ છે...
ભૂસ્ખલનમાં 18 લોકો ફસાઈ ગયા હતા... 
ભૂસ્ખલનમાં 6 લોકોનાં મોત થયા, 6 લોકો હજુ લાપતા છે...
લિજિયાંગ પ્રાંતમાં 2 અધિકારી લાપતા છે...
ગુઆંગડોંગ પ્રાંતમાં રેલવે સેવા પ્રભાવિત થઈ છે...
પૂર્વી ચીનમાં 27,000 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું...

ચીનમાં ભારે વરસાદની સાથે સાથે લેન્ડ સ્લાઈડની ઘટનાએ પણ લોકોને ડરાવી દીધા છે.. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પહાડનો મોટો ભાગ નીચે ધસી રહ્યો છે... થ્રી ગોર્જીસ ડેમના રિઝર્વેયર વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સરકાર પણ ચિંતામાં મૂકાઈ ગઈ છે.. 

હવામાન વિભાગે હજુ પણ ચીનના અનેક પ્રાંતમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનું અલર્ટ આપ્યું છે... જેના કારણે તે વિસ્તારના લોકો પોતાનું જીવન ખૌફમાં પસાર કરવા મજબૂર બન્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news