ચીનઃ વિમાન દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, 3 મિનિટમાં નીચે પડી ગયું પ્લેન

વિમાન દુર્ઘટના પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે વિમાન માત્ર 3 મિનિટની અંદર હજારો મીટરની ઉંચાઈથી નીચે પડ્યું હતું. 

ચીનઃ વિમાન દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, 3 મિનિટમાં નીચે પડી ગયું પ્લેન

નવી દિલ્હીઃ ચાઇના ઈસ્ટર્ન એરલાયન્સનું વિમાન સોમવારે દુર્ઘટનાનો શિકાર થઈ ગયું, જેમાં આશરે 132 લોકો સવાર હતા. દુર્ઘટના બાદ તત્કાલ રેસ્ક્ટૂની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હવે ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે, જેને પ્લેન ક્રેશ પહેલાના જણાવવામાં આવ્યાં છે. 

વિમાનમાં સવાર હતા 132 લોકો
બોઇંગ 737 વિમાન તેંગશિયાન કાઉન્ટીના વુઝો શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેની આસપાસના પહાડી વિસ્તારમાં આગ લાગી ગઈ હતી. 132 યાત્રીકો અને કેબિન ક્રૂને લઈને આ વિમાન કુનમિંગથી ગુઆનઝો જઈ રહ્યું હતું. દુર્ઘટના પહેલાં એટીસી સાથે વિમાનનો સંપર્ક તુટી ચુક્યો હતો અને હવે દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. 

— ChinaAviationReview (@ChinaAvReview) March 21, 2022

માત્ર 3 મિનિટમાં નીચે આવી ગયું વિમાન
જાણકારી પ્રમાણે માત્ર ત્રણ મિનિટની અંદર આ વિમાન હજારો મીટરની ઉંચાઈથી જમીન પર આવી ગયું હતું. દુર્ઘટના પહેલાં છેલ્લે વિમાનની ઉંચાઈ આશરે 3 હજાર ફૂટ રેકોર્ડ કરવામાં આવી હતી. ઘટનાના એક વીડિયોમાં વિમાન દુર્ઘટના બાદ ચારે તરફ ધુમાડા જોવા મળી રહ્યાં છે. તો બીજો વીડિયો એક કારથી રેકોર્ડ કરવામાં આવ્યો છે, જેમાં પ્લેન કોઈ રોકેટની જેમ જમીન તરફ આવતું જોવા મળી રહ્યું છે. 

— ChinaAviationReview (@ChinaAvReview) March 21, 2022

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિમાન પહાડો વચ્ચે પડ્યું અને ત્યારબાદ જંગલમાં આગ લાગી ગઈ હતી. વિમાનમાં સવાર યાત્રીકોના બચવાની સંભાવના ઓછી છે. અત્યાર સુધી કેટલાના મોત થયા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ચીનના રાષ્ટ્રપતિએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે અને તપાસના આદેશ આપ્યા છે. 

— ChinaAviationReview (@ChinaAvReview) March 21, 2022

શી જિનપિંગે કહ્યુ કે, વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને દુખી છે અને તત્કાલ બચાવ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે. જિનપિંગે કહ્યુ કે દુર્ઘટનાના કારણની જાણકારી માટે તત્કાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એરલાઇન સેક્ટરના લોકોના જીવનની સુરક્ષા માટે સુધારની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news