China એ Tibetan માટે આદેશ બહાર પાડ્યો, દરેક ઘરમાંથી એક વ્યક્તિ PLA માં ભરતી થશે
Trending Photos
બેઈજિંગ: ગત વર્ષે ગલવાનમાં ભારતે જે રીતે હારનો સામનો કરાવ્યો તેનાથી હવે ચીન ભારત સાથે સીધા સંઘર્ષમાં ઉતરતા બચી રહ્યું છે. તેણે હવે ભારત સાથે પોતાની લડતમાં તિબ્બતીઓને હથિયાર બનાવવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગે છે.
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ ચીને તિબ્બતમાં રહેતા તમામ પરિવારોને આદેશ જાહેર કર્યો છે કે તેઓ દરેક ઘરમાંથી એક વ્યક્તિને ફરજિયાતપણે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)માં મોકલે. આ તિબ્બતીઓને મિલેટ્રી ટ્રેનિંગ બાદ લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સામે તિબ્બત બોર્ડર પર મોકલવામાં આવશે.
અનેક લેવલ પર થશે લોયલટી ટેસ્ટ
રિપોર્ટ મુજબ સેનામાં ભરતી થતા પહેલા તિબ્બતીઓનો અનેલ લેવલ પર લોયલ્ટી ટેસ્ટ કરવામાં આવશે. જે હેઠળ તિબ્બતીઓએ ચીનની મંડારિન ભાષા શીખવી પડશે. તેમણે તિબ્બતને સંપૂર્ણ રીતે ચીનનો એક ભાગ માનવો પડશે. આ સાથે જ ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી પોતાના તમામ વિશ્વાસો ઉપર સુપ્રીમ માનવી પડશે.
ચીને આ કારણે લીધો નિર્ણય
સૂત્રોના જણાવ્યાંમુજબ ચીને તિબ્બતીઓને પીએલએમાં સામેલ કરવાનો નિર્ણય અનેક કારણોને ધ્યાનમાં રાખીને લીધો છે. જેમાં પહેલું કારણ હિમાલયનું ખુબ આકરું હવામાન છે. જેને PLA ના સૈનિકો સહન કરી શકતા નથી. જ્યારે તિબ્બતીઓ સરળતાથી આ વિસ્તારના રહીશ હોવાના કારણે હવામાનથી પરિચિત હોય છે અને સરળતાથી ગમે ત્યાં ચઢાણ કરી શકે છે.
બીજુ કારણ ચીન પર વધતું ઈન્ટરનેશનલ પ્રેશર ઓછું કરવાનું છે. તિબ્બતીઓને પોતાની સેનામાં સામેલ કરીને ભારત વિરુદ્ધ ખાસ ઓપરેશન ચલાવવાની પણ યોજના છે. આ યોજનામાં જો તિબ્બતી સૈનિકો માર્યા જાય તો ચીન સરળતાથી દુનિયાને કહી શકશે કે તિબ્બતીઓ પોતાની માતૃભૂમિ ચીનને બચાવવા માટે શહીદ થયા છે.
China: Private Part માં આ વિચિત્ર કારણસર ઘૂસાડી દીધી 20 cm લાંબી Eel Fish, પછી જે થયું જાણીને ચોંકશો
ભારતની વિકાસ બટાલિયને કમાલ દેખાડ્યો હતો
રિપોર્ટ મુજબ અત્યાર સુધી તિબ્બતીઓને ઓછા દરજ્જાના નાગરિકો ગણતા ચીનનું મન એકદમ પલટાયું નથી. તેની પાછળ ગત વર્ષે 29-30 ઓગસ્ટના રોજ ભારતની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ એટલે કે વિકાસ બટાલિયન તરફથી લદાખમાં કરાયેલી કાર્યવાહી સામેલ હતી. જે હેઠળ તિબ્બતી યુવાઓથી બનેલી સીક્રેટ ફોર્સે એક રાતમાં ઓપરેશન ચલાવીને પેંગોગ ઝીલના દક્ષિણ કિનારાવાળી તમામ ઊંચી ટોચ પર કબજો જમાવી લીધો હતો.
ભારતની આ કાર્યવાહીથી ચોંકી ગયેલું ચીન કશું કરી શક્યું નહતું. ત્યારબાદ તેણે આ ટોપ કબજે કરવા ઘણા ધમપછાડા કર્યા પરંતુ તિબ્બતી જવાનોની બહાદુરીના કારણે તેના સૈનિકો આગળ વધી શક્યા નહીં. ત્યારબાદ તેને પંગોંગ ઝીલના ફિંગર એરિયામાં પીછે હટ માટે સહમત થવું પડ્યું હતું.
આ વર્ષ ફેબ્રુઆરીથી ચીને શરૂ કરી ભરતી
લદાખમાં આ મોટી પછડાટ ખાધા બાદ આ વર્ષે ફેબ્રુઆરીથી તિબ્બતીઓને પોતાની સેનામાં સામેલ કરવાનું શરૂ કર્યું. એ પણ જાણવા મળ્યું છે કે આ દાવ દ્વારા ચીન તિબ્બત પર પોતાનો કબજો મજબૂત કરવાની સાથે જ દલાઈ લામાની અસરને પણ તિબ્બતીઓના દિમાગથી મીટાવવા માંગે છે.
સફળ નહીં થાય ચીન
ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ તેમને ચીનના આ ષડયંત્રની જાણકારી છે. તેઓ તિબ્બતીઓને પોતાની સેનામાં સામેલ કરીને ભારતની કોપી કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ વધુ સફળ થશે નહીં. તેનું કારણ એ છે કે તિબ્બતીઓ સારી પેઠે જાણે છે કે ચીની તેમના દેશ પર કબજો કરનારા હુમલાખોર છે અને તેને આઝાદ કરાવવા માટે દુનિયાભરમાં લાખો લોકો સંઘર્ષ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે