Border Dispute પર મિઝોરમ પોલીસ આકરા પાણીએ, Assam ના સીએમ Himanta Biswa Sarma પર FIR દાખલ
Trending Photos
આઈઝોલ: મિઝોરમ પોલીસે કોલાસિબ જિલ્લાના વેરેંગતે નગરના બહારના ભાગમાં થયેલી હિંસા મામલે અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમા, રાજ્ય પોલીસના ચાર વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ અપરાધિક મામલા દાખલ કર્યા છે.
પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. મિઝોરમ પોલીસ મહાનિરીક્ષક (HQ) જ્હોન એનના જણાવ્યાં મુજબ આ લોકો વિરુદ્ધ હત્યાનો પ્રયત્ન અને અપરાધિક ષડયંત્ર સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ થયો છે.
અસમ પોલીસના 200 જવાનો પર FIR
તેમણે કહ્યું કે સીમાંત નગરની પાસે મિઝોરમ અને અસમ પોલીસ ફોર્સ વચ્ચે હિંસક ઝડપ બાદ સોમવારે મોડી રાતે મિઝોરમ પોલીસે વૈરંગતે પોલીસ સ્ટેશનમાં FIR નોંધી હતી. આ દરમિયાન અસમ પોલીસના 200 અજાણ્યા કર્મીઓ વિરુદ્ધ પણ મામલા નોંધાયા હતા.
મિઝોરમના અધિકારીઓને નોટિસ
આ બધા વચ્ચે મિઝોરમના કેટલાક અધિકારીઓ વિરુદ્ધ અસમ પ્રશાસને નોટિસ બહાર પાડી હતી. અસમ પોલીસના એક સૂત્રએ શુક્રવારે કહ્યું કે આ અધિકારીઓને 28 જુલાઈના રોજ સમન પાઠવવામાં આવ્યું હતું. આ અગાઉ કછાર જિલ્લાના લૈલાપુરમાં અસમ અને મિઝોરમ પોલીસ ફોર્સ વચ્ચે ખૂની સંઘર્ષ થયો હતો. જેમાં અસમ પોલીસના પાંચ કર્મીઓ અને એક નાગરિકનું મોત થયું હતું. જ્યારે 50થી વધુ ઘાયલ થયા હતા. આ મામલા સંબંધે એક મામલો ધોલાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
કછારના પોલીસ ઉપાધીક્ષક કલ્યાણકુમાર દાસ દ્વારા તમામ અધિકારીઓને પાઠવેલા અલગ અલગ સમનમાં કહેવાયું છે કે એક ઉચિત અને વિશ્વસનીય જાણકારી પ્રાપ્ત થઈ છે કે તમે ગંભીર અપરાધ કર્યો છે. આ અંગે સંપર્ક કરવા પર કછાર પોલીસ અધીક્ષક રમનદીપ કૌરે સમન અંગે પુષ્ટિ કરી પરંતુ વધુ જાણકારી આપવાની ના પાડી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે