US Inauguration Day: ડોનાલ્ડ ટ્રમ્પે જતા-જતા ચીન પર કર્યો કટાક્ષ, જો બાઈડેન માટે મુક્યો પત્ર, કહ્યું- અમે પરત આવીશું

Donald Trump Last Speech: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પોતાના છેલ્લા ભાષણમાં ચીન પર કટાક્ષ કર્યો અને બાઈડેનનું નામ ન લીધું. વાંચો તેમના છેલ્લા ભાષણની ખાસ વાતો.

US Inauguration Day: ડોનાલ્ડ ટ્રમ્પે જતા-જતા ચીન પર કર્યો કટાક્ષ, જો બાઈડેન માટે મુક્યો પત્ર, કહ્યું- અમે પરત આવીશું

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) છેલ્લી વાર જોઈન્ટ બેસ એન્ડ્રજથી દેશને સંબોધિત કર્યો હતો. આમ તો છેલ્લું હોવાને કારણે આ ભાષણ ખાસ હોય, ટ્રમ્પે તેને વધુ રસપ્રદ પણ બનાવી દીધુ. હકીકતમાં રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે પોતાના સ્ટાફે લખેલા ભાષણનો ઉપયોગ કર્યો નથી. 

આ એટલા માટે ખાસ છે કારણ તે તેમણે જતા-જતા ચીન પર કટાક્ષ કર્યો અને આવનારા પ્રશાસનને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Jeo Biden) નું નામ લીધા વગર શુભેચ્છાઓ આપી હતી. એટલું જ નહીં તેમણે પોતાના ભાષણના અંતમાં પોતાના સમર્થકોને આ પણ કહ્યું- 'We will be back in some form' એટલે કે અમે પરત આવીશું કોઈપણ રૂપમાં.

કોરોના વાયરસને ગણાવ્યો 'ચાઇના વાયરસ'
વાઇટ હાઉસથી નિકળવા સમયે ટ્રમ્પે કહ્યુ કે, દેશના 45મા રાષ્ટ્રપતિ બનવુ તેમના માટે સન્માનની વાત હતી અને તે માત્ર અલવિદા કહેવા ઈચ્છે છે. ત્યારબાદ પોતાના છેલ્લા ભાષણમાં વી લવ યૂના નારા વચ્ચે ટ્રમ્પે કહ્યુ, આ ચાર વર્ષ અવિશ્વસનીય રહ્યા, આપણે સાથે મળીને ઘણું હાસિલ કર્યુ. ટ્રમ્પે કોરોના વાયરસની મહામારી સામે લડવામાં બીજા દેશોને પાછળ ગણાવ્યા.

તેમણે કહ્યું, 'આપણે મહામારીનો મોટો માર પડ્યો, આપણે જે કર્યું તેને 'મેડિકલ ચમત્કાર' કહે છે. એક વેક્સિન 9 મહિનામાં તયાર કરી લીધી, ન કે 5-10 વર્ષમાં' એટલું જ નહીં પોતાના કાર્યકાળ દરમિયાન ચીન પર આક્રમક રહેલા ટ્રમ્પે જતા-જતા પણ નિશાન સાધ્યુ અને કોરોના વાયરસને ચાઇના વાયરસ ગણાવ્યો હતો. 

ન લીધુ બાઈડેનનું નામ
ત્યારબાદ તેમણે આવનારા જો બાઈડન પ્રશાસનને ટ્રમ્પે શુભકામનાઓ આપી અને કહ્યું- કંઈક શાનદાર કરવા માટે તેમની પાસે મજબૂત પાયો છે. પરંતુ લોકોને તે ન ગમ્યું કે ચૂંટણી હાર્યાના લાંબા સમય સુધી હાર ન માનનાર ટ્રમ્પે જો બાઈડેનનું નામ ન લીધુ. આ પહેલા શપથગ્રહણ સમારોહમાં સામેલ ન થવાના તેમના નિર્ણયથી લોકોને તેમની નારાજગીનો અંદાજ આવી ગયો હતો. 

બાઈડેનને પત્રમાં શું લખ્યુ?
ટ્રમ્પના ભાષણમાં ખાસ વાત તે રહી કે તેમણે ન ટેલિપ્રોમ્પટરનો ઉપયોગ કર્યો ન કોઈ લખેલી સ્પીચનો. સીએનએનના રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પને સ્પીચ લખીને આપવામાં આવી હતી, જેમાં વધુ નમ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ સત્તા હસ્તાતંતરણનું વચન હતું પરંતુ ટ્રમ્પે તેનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે બાઈડેન માટે એક પત્ર છોડ્યો છે, જેના પર શું લખ્યું છે, કોઈને ખ્યાલ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news