આ છે ચીનની તસવીર, લોકોને પકડી-પકડીને કરવામાં આવી રહ્યાં છે કોરોના ટેસ્ટ, Video

ચીનના લોકો કોરોનાથી વધુ સરકારના નિયમોથી ડરેલા છે. ચીનની સરકારની ઝીરો કોવિડ પોલિસીથી લોકો પરેશાન છે. કોરોના ટેસ્ટ કરવા માટે લોકોને માર પણ મારવામાં આવી રહ્યો છે. 

આ છે ચીનની તસવીર, લોકોને પકડી-પકડીને કરવામાં આવી રહ્યાં છે કોરોના ટેસ્ટ, Video

બેઇજિંગઃ ચીનમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. સરકાર અને તંત્ર કોરોનાને રોકવા માટે અનેક ઉપાયો કરી રહ્યાં છે. ચીનની રાજધાની બેઇજિંગ, શાંઘાઈ સહિત તમામ શહેરોમાં આકરી નજર રાખવામાં આવી રહી છે. સ્થિતિ એવી છે કે ચીનની સરકાર પોતાના નાગરિકો પર અત્યાચાર કરી રહી છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં પીપીઈ કીટ પહેરીને ચીનના સ્વાસ્થ્ય કર્મી લોકોને મારી રહ્યાં છે. જોવા મળ્યું છે કે ઝીરો કોવિડ પોલિસીને લઈને ચીન કઈ હદ સુધી પહોંચી ગયું છે. લોકોને પકડી-પકડી તેના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. ચીનના 27 શહેરોમાં લોકડાઉન છે અને 16 કરોડથી વધુ લોકો ઘરોમાં કેદ છે. સૌથી ખરાબ સ્થિતિ શાંઘાઈ અને બેઇજિંગની છે.

કોરોના ટેસ્ટ કરવા લોકો સાથે બળજબરી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પીપીઈ કિટમાં રહેલાં સ્વાસ્થ્ય કર્મીઓ કોરોના ટેસ્ટ કરવા માટે લોકો સાથે બળજબરી કરી રહ્યાં છે. લોકોને પડકી પડકીને ટેસ્ટ માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. કોરોનાના કેસ વધતા શહેરોમાં ક્વોરેન્ટાઈન સેન્ટરો બનાવવામાં આવ્યા છે. જ્યાં હજારો કોરોને કેદ કરવામાં આવ્યા છે. સરકારના નિયમોથી લોકો પરેશાન થઈ ગયા છે. હવે દુનિયા પણ કમ્યુનિસ્ટ સરકારની કાર્યશૈલી જોઈ રહી છે. 

— Dr. Ware Fong_美国方博士 (@WeisheJiang) April 29, 2022

Even you are a kid...
🧵thread
How QR code vaccine passport practices in China https://t.co/xgJUEcutcM pic.twitter.com/909dUXRtAR

— Songpinganq (@songpinganq) March 19, 2022

ઝીરો કોવિડ પોલિસી અને લોકો પર અત્યાચાર
મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ચીનમાં કોરોના કેસ વધ્યા છે. ત્યાંની સરકાર ઝીરો કોવિડ પોલિસી પર કામ કરી રહી છે. આ હેઠળ સંક્રમણ રોકવા લૉકડાઉન, માસ ટેસ્ટિંગ, ક્વોરેન્ટીન સેન્ટર જેવા આકરા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ચીનની સરકારની આ પોલિસી પર સવાલ પણ ઉઠી રહ્યાં છે. આ પ્રતિબંધોને કારણે લોકો ભૂખે મરવા મજબૂર બન્યા છે. 

— Songpinganq (@songpinganq) March 19, 2022

QR code vaccine passport gives Chinese government a perfect weapon to find you from the crowd if you don't do daily mandatory Covid test.
🧵threadhttps://t.co/VAlup7JC86 pic.twitter.com/QNiNqMZBMR

— Songpinganq (@songpinganq) March 19, 2022

ચીન પોતાના લોકો પર નજર રાખવા માટે રોબોટિક કુતરા, ડ્રોન અને હેલીકોપ્ટરની મદદ લઈ રહ્યું છે. જો કોઈ જગ્યાએ વધુ લોકો ભેગા થઈ ગયા હોય તો મશીનો દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે હેલીકોપ્ટરની મદદથી પોલીસકર્મીઓને ઉતારવામાં આવે છે. આ દરમિયાન ઘણા લોકોને ઈજા પણ થઈ છે. પરંતુ ચીનની અત્યાચારી સરકાર જનતાનું સાંભળી રહી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news