કથિત કોમેડિયન કુણાલ કામરા ફસાયો, 7 વર્ષના બાળકને ટ્રોલ કરવાના આરોપમાં NCPCR એ મોકલી નોટિસ

Action against Kunal Kamra: 7 વર્ષના બાળકનો વીડિયો એડિટ કરી ખોટી રીતે ઉપયોગ કરવાના આરોપમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સરંક્ષણ પંચે કુણાલ કામરા વિરુદ્ધ ટ્વિટરને નોટિસ ફટકારી છે. 
 

કથિત કોમેડિયન કુણાલ કામરા ફસાયો, 7 વર્ષના બાળકને ટ્રોલ કરવાના આરોપમાં NCPCR એ મોકલી નોટિસ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીના પ્રવાસે હતા ત્યારે એક 7 વર્ષના બાળક આશુતોષે દેશ ભક્તિનું ગીત સંભળાવ્યું હતું. ત્યારબાદ કથિત કોમેડિયન કુણાલ કામરાએ તે વીડિયોને એડિટ કરીને ટ્વિટર પર શેર કર્યો હતો. હવે આ મામલામાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે ટ્વિટરને નોટિસ ફટકારી છે. કમિશને ટ્વિટરને કુણાલ કામરાના એકાઉન્ટ પર કાર્યવાહી કરવા અને વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. 

કાયદાનું કર્યું ઉલ્લંઘન
ટ્વિટરને મોકલેલી નોટિસમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે કહ્યું કે સગીર બાળકોનો રાજનીતિક વિચારધારા માટે ઉપયોગ કરવો ગેરકાયદેસર છે અને જુવિનાઇલ એક્ટ 2015નું ઉલ્લંઘન છે. 

7 દિવસમાં માંગ્યો રિપોર્ટ
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે ટ્વિટર પાસે કુણાલ કામરા દ્વારા 7 વર્ષના બાળક આશુતોષનો એડિટેડ વીડિયો હટાવવા અને કથિત કોમેડિયનના ટ્વિટર એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરી, 7 દિવસમાં રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે. મહત્વનું છે કે કથિત કોમેડિયન કામરા ટ્વિટર પરથી વીડિયો ડિલીટ કરી ચુક્યો છે. 

વીડિયો એડિટ કરીને બાળકને ટ્રોલ કર્યો
મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીના પ્રવાસે ગયા હતા. ત્યારે બર્લિનમાં 7 વર્ષના આશુતોષ નામના બાળકે જન્મ ભૂમિ ભારત, હે માતૃભૂમિ ભારત ગીત સંભાળ્યુ હતું. આ વીડિયો પીએમ મોદીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. 7 વર્ષના બાળકે જે રીતે દેશભક્તિનું ગીત સંભળાવ્યું તેની પ્રશંસા કરવામાં આવી રહી હતી. પરંતુ કુણાલ કામરાએ બાળકના દેશભક્તિના ગીતને એડિટ કરવાની મોંઘવારીનું ગીત નાખી ટ્વિટર પર અપલોડ કર્યુ હતું. ત્યારબાદ 7 વર્ષના આશુતોષના પિતા ગણેશ પોલે કામરાને ટ્વિટર પર ફટકાર અપાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news