Corona Virus: એક સપ્તાહમાં આવશે 6.50 કરોડ કેસ, આ દેશમાં ફરી તબાહીની આશંકા
એપ્રિલ મહિનાથી એકવાર ફરી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે અને મેના અંત સુધી સપ્તાહમાં ચાર કરોડ તથા જૂનના અંત સુધી એક સપ્તાહમાં સાડા છ કરોડ કેસ આવવાની આશંકા છે.
Trending Photos
બેઇજિંગઃ China Corona virus: કોરોના વાયરસ બીમારીને ત્રણ વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. આ ત્રણ વર્ષમાં કોરોનાએ અનેક દેશોમાં તબાહી મચાવી હતી. પરંતુ વેક્સીન આવ્યા બાદ તેના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ હવે ચીનમાં કોરોનાએ ફરી લોકોને મુશ્કેલીમાં મુક્યા છે. આવનારા દિવસોમાં ચીનમાં કોવિડ-19 કેસની સંખ્યામાં મોટો વધારો થવાનો છે. જૂનના અંતમાં ચીનમાં કોરોના વાયરસનો વીક આવી શકે છે અને કેસ એક સપ્તાહમાં સાડા છ કરોડ સુધી જઈ શકે છે.
ચીનમાં આ સમયે કોરોના વાયરસના કેસમાં વધારો થવાનું કારણ XBB વેરિએન્ટ છે. એપ્રિલ મહિનામાં કોરોના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે અને મેના અંતિમ સપ્તાહમાં ચાર કરોડ તથા જૂનના અંત સુધી એક સપ્તાહમાં 6.50 કરોડ કેસ આવવાની આશંકા છે. આ વચ્ચે ચીન નવી વેક્સીન પણ તૈયાર કરવાની તૈયારી કરી રહ્યું છે, જે XBB વેરિએન્ટને ટાર્ગેટ કરશે. એક્સપર્ટ ઝોંગે કહ્યુ- દેશમાં ડ્રગ રેગુલેટરે પહેલાં બેને પ્રારંભિક મંજૂરી આપી છે અને અન્ય ત્રણ કે ચારને જલદી મંજૂરી આપી દેવામાં આવશે. તેમણે કહ્યું- અમે વધુ પ્રભાવી વેક્સીન વિકસિત કરવામાં આંતરરાષ્ટ્રીય સ્તર પર નેતૃત્વ કરી શકીએ છીએ.
ઝોંગના અનુમાનથી જાણવા મળે છે કે પાછલા વર્ષના અંતમાં અને જાન્યુઆરીમાં ચીનમાં આવેલી પાછલી લહેરની તુલનામાં સંક્રમણની નવી લહેરની અસર થોડી ઓછી હશે. તે સમયે એક અલગ ઓમિક્રોન વેરિએન્ટે દરરોજ 37 મિલિયન લોકોને સંક્રમિત કર્યાં હતા. તેના કારણે હોસ્પિટલો અને સ્મશાનોમાં જગ્યા ખતમ થઈ ગઈ હતી. પરંતુ ધીમે-ધીમે કેસમાં ઘટાડો થયો હતો. પરંતુ આ વખતે ફરી ચીનમાં કોરોના વાયરસ તબાહી મચાવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કારણે એક્સપર્ટે લોકોને ચેતવણી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે