પાકિસ્તાનના ગ્વાદરમાં ચીન કરી રહ્યું છે નેવલ બેઝને મજબૂત, સેટેલાઈટ ઈમેજથી ખુલાસો
Trending Photos
નવી દિલ્હી: સેટેલાઇટની તસવીરમાં ખુલાસો થયો છે કે ચીન પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર નૌકાદળને મજબુત કરવામાં લાગ્યું છે. જેથી તે તેમની નૌકા એસેટને તૈનાત કરી શકે. સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ચીન ગ્વાદરને આધુનિક બનાવવામાં લાગ્યું છે અને ગ્વાદર અને તેની આસપાસના વિસ્તારોને ખૂબ જ ઝડપથી વિકસિત કરવામાં વ્યસ્ત છે. ચીન, ગ્વાદર પોર્ટ દ્વારા હિંદ મહાસાગરમાં તેની ઘૂસણખોરી વધારવા માંગે છે. જેથી ચીન તેનો ઉપયોગ Naval બેઝ તરીકે કરી શકે અને જ્યારે જરૂર પડે ત્યારે ભારતની વધતી સમુદ્રી શક્તિ પર અંકુશ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય.
ચીન ગ્વાદરને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર એટલે કે CPEC સાથે જોડવામાં લાગ્યું છે. જેથી તે તેનો ઉપયોગ ચીનની વસ્તુઓની અવરજવર માટે કરી શકે.
પાકિસ્તાનમાં ચીન તરફથી કરવામાં આવી રહેલા CPEC અને ગ્વાદરની પાસે થતા નિર્માણનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. જેના કારણે ચીન ગ્વાદર પોર્ટની આસપાસ હાઈ સિક્યોરિટી કમ્પાઉન્ડ બનાવી રહ્યું છે જેનાથી કોઈપણ વિરોધ અને હુમલા દરમિયા તે પોતોના લોકોને બાચાવી શકે છે. ચીનના હજારો અન્જિનિયર ગ્વાદર અને કરાચી પોર્ટની આસપાસ નિર્માણના કામ કરી રહ્યાં છે.
આ વિસ્તારોમાં બલૂચી લોકો પાકિસ્તાનથી આઝાદીની લડત ચલાવી રહ્યા છે અને પાકિસ્તાન આ લોકોની ચળવળને કચડી નાખવામાં મશગૂલ છે. વર્ષ 2018માં કરાચીમાં સ્થિત ચીની કોન્સુલેટ પર બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો અથવા 2019માં ગ્વાદરમાં ફાઇવ સ્ટાર હોટલ પર હુમલો આ વાતનો સંકેત આપે છે.
સ્થાનિક લોકો ચીનની કંપનીઓનો સખત વિરોધ કરે છે. પાકિસ્તાન સરકારે CPECની સુરક્ષા માટે તેની સેના તૈનાત કરી છે. ચીનની China Communication Construction Company (CCCC Ltd) ગ્વાદરને વિકસિત કરવામાં લાગી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે