મહારાષ્ટ્રમાં Cyclone Nisargaનો કહેર, વૃક્ષો ધરાશાયી, ઘરોને પણ પહોંચ્યું નુકસાન
Trending Photos
મુંબઇ: સાયક્લોન નિસર્ગ (Cyclone Nisarga) મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારથી અથડાયું છે. તોફાન મુંબઇની નજીક આવેલા રાયગઢ જિલ્લાના અલીબાગના દરિયાકાંઠાથી અથડાયું છે. અલીબાગ અને રત્નાગીરમાં ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. નિસર્ગ વાવાઝોડાના ધ્યાનમાં રાખી મુંબઇના બાંદ્રા-વર્લીથી લિંક પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે સાંજના સાત વાગ્યા સુધી મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય ટર્મિનસ પર વિમાનોના લેન્ડિંગ અથવા ટેકઓફ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- LIVE: મહારાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું Nisargaની એન્ટ્રી, 110 KMPHની ગતીથી ફૂંકાયો પવન
મુંબઇમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી વાહનોને નુકસાન થયું છે. રસ્તા બ્લોક થઈ ગયા છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઇમાં આવનારું વાવાઝોડું 50 કિલોમીટર દક્ષિણ તરફ જતુ રહ્યું છે. તેનાથી મુંબઇ પર તેનો ખતરો ટળ્યો છે.
તો બીજી તરફ ભારે પવન અને વરસાદના કારણે રાયગઢ જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર મોબાઇલ નેટવર્ક સેવા પ્રભાવિત થઈ છે. વાવાઝોડા નિસર્ગથી હાલ કોઈપણ જાનહાની થયાના સમાચાર મળ્યા નથી. જે નુકસાન થયું છે તે ઘરોની છત અથવા વૃક્ષો ધરાશાયી થવાથી ગાડીઓને નુકસાન થવાના સમાચાર સામે આવ્યા છે. વૃક્ષ ધરાશાયી થવાથી રસ્તા બ્લોક થઈ ગયા છે. કેટલીક જગ્યાઓ પર વીજળીની સેવા પણ પ્રભાવિત થઈ છે.
#WATCH Tin roof atop a building in #Raigad blown away due to strong winds as #CycloneNisarga lands along #Maharashtra coast (Source: NDRF) pic.twitter.com/INlim5VG1c
— ANI (@ANI) June 3, 2020
પુણેની પાસે પિંપરી ચિંચવડમાં વરસાદ અને ભારે પવનના કારણે લગભગ 20 વૃક્ષો ધરાશાયી થયા છે. વાહનો પર વૃક્ષો પડવાથી ભારે નુકસાન થયું છે.
એનડીઆરએફની ટીમો સતત રાહત કર્યામાં લાગી છે. એનડીઆરએફના ડીજી એસ એન પ્રધાને જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની 43 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી એનડીઆરએફની 21 ટીમો મહારાષ્ટ્રમાં વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં તૈનાત છે. વાવાઝોડાને લઇ 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે