કેનેડામાં ભારતીય રેસ્ટોરા પર હુમલાનો મામલો: પીડિતોએ રેસ્ટોરા માલિકો પર સાધ્યું નિશાન
ટોરન્ટોની નજીક આવેલી એક ભારતીય રેસ્ટોરામાં થયેલા વિસ્ફોટના પીડિતોએ એવો આરોપ લગાવ્યો છે કે બે હરિફ વ્યાપારીઓ વચ્ચેના વિવાદના પગલે આ હુમલો કરવામાં આવ્યો.
Trending Photos
ઓટાવા: ટોરન્ટોની નજીક આવેલી એક ભારતીય રેસ્ટોરામાં થયેલા વિસ્ફોટના પીડિતોએ એવો આરોપ લગાવ્યો છે કે બે હરિફ વ્યાપારીઓ વચ્ચેના વિવાદના પગલે આ હુમલો કરવામાં આવ્યો. હુમલાના 15 પીડિતોમાંથી 6એ કોર્ટમાં કહ્યું કે બોમ્બે ભેલ રેસ્ટોરાના માલિક તેમને ગંભીર અને લાંબા સમય સુધી રહેનારી ઈજાઓ માટે 46 લાખ ડોલર આપે. તેમનું કહેવું છે કે માલિકોને એ ખબર હતી કે પછી ખબર હોવી જોઈતી હતી કે તેમને સીધા નિશાન બનાવવામાં આવ્યાં છે. 24મી મેના રોજ કેનેડાના સમય મુજબ રાતે સાડા દસ વાગે બે શંકાસ્પદ લોકો તે રેસ્ટોરામાં પહોંચ્યા હતાં અને એક વિસ્ફોટક ત્યાં છોડીને ભાગી ગયા હતાં.
અભિયોજકોએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેઓ ખોટા સમય પર ખોટા સ્થાન પર હતાં અને એક એવા વિવાદનું નિશાન બન્યાં જેનો તેમને કોઈ અંદાજો નહતો. રેસ્ટોરાના સમારકામ બાદ થોડા સપ્તાહમાં પાછા ખુલી જેવાની આશા છે. આ મામલે પોલીસ તપાસ હજુ ચાલુ છે.
નોંધનીય છે કે 24મી મેના રોજ કેનેડાના સમય મુજબ રાતે સાડા દસ વાગે બે શંકાસ્પદ લોકો તે રેસ્ટોરામાં પહોંચ્યા હતાં અને એક વિસ્ફોટક ત્યાં છોડીને ભાગી ગયા હતાં. (ઈનપુટ-ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે