ચાલુ મીટિંગે મહિલાનો ટોપલેસ ફોટો ગ્રુપમાં મોકલી દીધો, પછી કહ્યું- આ તો મારી 'પ્રમાણિક ભૂલ'

બ્રિટનમાં પાકિસ્તાની મૂળના એક કાઉન્સિલરે બેઠક દરમિયાન મહિલાઓના એક સમૂહને એક મહિલાની ટોપલેસ ફોટો મોકલી દેતા હોબાળો મચી ગયો છે. વિપક્ષી લેબર પાર્ટીએ તેને સસ્પેન્ડ કરી નાખ્યો છે. ગુરુવારના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે કાઉન્સિલરે તેને 'પ્રમાણિક ભૂલ' ગણાવી છે. બીબીસીના અહેવાલ મુજબ શેફીલ્ડ સીટીના કાઉન્સિલર મોહમ્મદ મારુફે વ્હોટ્સએપ સમૂહ 'મમ્સ યુનાઈટેડ'માં આ તસવીર મોકલી દીધી. તેમણે જણાવ્યું કે સમૂહની સંસ્થાપક સાહિરા ઈરશાદે જેવી ચાકૂથી થનારા અપરાધ પર એક પોસ્ટ શેર કરી કે તેમણે સમૂહમાં ફોટો નાખ્યો. 
ચાલુ મીટિંગે મહિલાનો ટોપલેસ ફોટો ગ્રુપમાં મોકલી દીધો, પછી કહ્યું- આ તો મારી 'પ્રમાણિક ભૂલ'

લંડન: બ્રિટનમાં પાકિસ્તાની મૂળના એક કાઉન્સિલરે બેઠક દરમિયાન મહિલાઓના એક સમૂહને એક મહિલાની ટોપલેસ ફોટો મોકલી દેતા હોબાળો મચી ગયો છે. વિપક્ષી લેબર પાર્ટીએ તેને સસ્પેન્ડ કરી નાખ્યો છે. ગુરુવારના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે કાઉન્સિલરે તેને 'પ્રમાણિક ભૂલ' ગણાવી છે. બીબીસીના અહેવાલ મુજબ શેફીલ્ડ સીટીના કાઉન્સિલર મોહમ્મદ મારુફે વ્હોટ્સએપ સમૂહ 'મમ્સ યુનાઈટેડ'માં આ તસવીર મોકલી દીધી. તેમણે જણાવ્યું કે સમૂહની સંસ્થાપક સાહિરા ઈરશાદે જેવી ચાકૂથી થનારા અપરાધ પર એક પોસ્ટ શેર કરી કે તેમણે સમૂહમાં ફોટો નાખ્યો. 

મારુફે કહ્યું કે તેમનાથી તેઓ ખુબ શરમિંદા થયા અને આ ઘટનાને પ્રમાણિક ભૂલ ગણાવીને માફી માંગી છે. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે તપાસ થાય ત્યાં સુધી લેબર કાઉન્સિલે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. લોકલ ડેમોક્રેસી રિપોર્ટિંગ સર્વિસ મુજબ તેમણે કહ્યું કે તેઓ બેઠકમાં ઈરશાદના બોલવાનો વીડિયો એટેચ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં અને તેને બદલે ભૂલથી આ તસવીર એટેચ થઈને જતી રહી. 

તેમણે દાવો કર્યો કે તસવીર સેન્ડ કર્યાની ગણતરીની સેકન્ડની અંદર જ તેમણે તેને હટાવવા માટે કહ્યું. મારુફે  કહ્યું કે આ મારો અંગત ફોન છે અને વ્હોટ્સએપ પર આવી અનેક વસ્તુઓ આવતી રહે છે. દરેક વસ્તુ ફોનના ફોટો પ્રોફાઈલમાં આપોઆપ સેવ થાય છે. તેમણે કહ્યું કે કોઈએ મને આ ફોટો મોકલ્યો અને સવારે આવ્યો હશે અને તે મારા ફોનની ફાઈલમાં જતો રહ્યો. 

(ઈનપુટ ભાષામાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news