BRICS બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી, ભારત દુનિયાના વિકાસનું એન્જિન બનશે

PM Modi News: ભારત દ્વારા કરાયેલા આર્થિક સુધારાઓ અને ટેક્નિકલ સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે ભારત આવનારા વર્ષોમાં દુનિયાના વિકાસ એન્જિન તરીકે ઊભરી આવશે.

BRICS બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી, ભારત દુનિયાના વિકાસનું એન્જિન બનશે

PM Modi News: ભારત દ્વારા કરાયેલા આર્થિક સુધારાઓ અને ટેક્નિકલ સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે ભારત આવનારા વર્ષોમાં દુનિયાના વિકાસ એન્જિન તરીકે ઊભરી આવશે. દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં બ્રિક્સ બિઝનેસ ફોરમમાં બોલતા તેમણે કહ્યું કે ભારતના લોકોએ 2047 સુધીમાં ભારતને એક વિક્સિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે. 

આ દરમિયાન પીએમ મોદીએ બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલને તેની દસમી વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવી અને કહ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે અમારા આર્થિક સહિયોગને વધારવામાં ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 

5 ટ્રિલિયન ડોલર અર્થવ્યવસ્થા બનશે ભારત
પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ છતાં ભારત આજે દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી પ્રમુખ અર્થવ્યવસ્થા છે. બહુ જલદી ભારત પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમાં કોઈ શક નથી કે આવનારા વર્ષોમાં ભારત દુનિયાનું વિકાસ એન્જિન હશે અને તેનું કારણ એ છે કે ભારતે સંકટ ને મુશ્કેલીઓને આર્થિક સુધારના અવસરોમાં બદલ્યા છે. ભારતના લોકોનો સંકલ્પ છે કે તેઓ 2047 સુધીમાં એક વિક્સિત રાષ્ટ્ર બનશે. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે સુધાર અને મિશન મોડ કર્યા છે અને આ કારકોએ ભારતમાં વેપાર કરવામાં સતત સુધાર કરવામાં મદદ કરી છે. જીએસટીની શરૂઆતના કારણે રોકાણકારોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. અમે જાહેર સેવા વિતરણ અને સુશાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 

બ્રિક્સ દેશોની ભૂમિકા મહત્વપૂર્ણ
પીએમ મોદીએ કહ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલને તેની દસમી વર્ષગાંઠ પર ખુબ ખુભ શુભેચ્છાઓ. છેલ્લા 10 વર્ષમાં બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે આપણા આર્થિક સહયોગને વધારવામાં ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જ્યારે 2009માં પહેલા બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દુનિયા ભારે નાણાકીય સંકટમાંથી બહાર આવી રહી હતી, તે સમયે બ્રિક્સ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે આશાની કિરણ બનીને ઊભર્યું. 

તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં કોવિડ મહામારીના તણાવ અને વિવાદો વચ્ચે દુનિયા ઈ આર્થિક પડકારો સામે લડી રહી છે. આવા સમયમાં એકવાર ફરીથી બ્રિક્સ દેશોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. 

(ઈનપુટ-એજન્સી ANI)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news