BRICS સંમેલન: વ્લાદિમીર પુતિનને મળ્યા PM મોદી, શી જિનપિંગ સાથે કરશે મુલાકાત

બ્રાજીલમાં થઇ રહેલા બ્રિક્સ (BRICS) સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેંદ્ર મોદીએ અલગથી રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ. બંને નેતાઓની મુલાકાત બુધવારે બ્રાજીલની રાજધાની બ્રાસિલિયામાં થઇ હતી.

BRICS સંમેલન: વ્લાદિમીર પુતિનને મળ્યા PM મોદી, શી જિનપિંગ સાથે કરશે મુલાકાત

બ્રાસીલિયા: બ્રાજીલમાં થઇ રહેલા બ્રિક્સ (BRICS) સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેંદ્ર મોદીએ અલગથી રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ. બંને નેતાઓની મુલાકાત બુધવારે બ્રાજીલની રાજધાની બ્રાસિલિયામાં થઇ હતી. વડાપ્રધાન નરેંદ્ર મોદી બુધવારે 11મા બ્રિક્સ (BRICS) સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાજીલની રાજધાની પહોંચ્યા હતા. પીએમ મોદીની રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન મુલાકાત થઇ હતી. હવે પીએમ બ્રાજીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે.

તે બ્રિક્સ (BRICS) વ્યાપાર ફોરમના સમાપન સમારોહ, સાંસ્કૃતિક પ્રસ્તુતિ કાર્યક્રમ અને બ્રાજીલના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ભોજન સમારોહમાં ભાગ લેશે. 11 બ્રિક્સ (BRICS) સંમેલનનું થીમ 'નવાચાર ભવિષ્ય માટે આર્થિક વૃદ્ધિ' છે. ભારત સાથે એક મોટું વેપારિક પ્રતિનિધિમંડળ પણ ત્યાં (BRICS) વ્યાપાર ફોરમમાં ભાગ લેશે.

14 નવેમ્બરના રોજ બધા નેતા એક પ્રતિબંધિત સત્રમાં ભાગ લેશે, જોકે એક બંધ દરવાજાની અંદર ચાલનાર સત્ર હશે. મોદી બાદમાં બ્રિક્સ (BRICS) પ્લેનરી બેઠકમાં ભાગ લેશે, જ્યાં નેતા પોતાના દેશના આર્થિક વિકાસ માટે અંતર-બ્રિક્સ (BRICS) સહયોગ વિશે ચર્ચા કરશે. આ દરમિયાન વ્યાપાર અને રોકાણ એજન્સીઓ વચ્ચે કરાર સમજૂતીના મેમોરેન્ડમ હસ્તાક્ષર થશે, ત્યારબાદ બ્રિક્સ (BRICS) સંયુક્ત ઘોષણા પત્ર જાહેર કરવામાં આવશે. 

નરેંદ્ર મોદીએ આ પહેલાં મંગળવારે ટ્વિટ કર્યું હતું, ''હું આ વર્ષે 13 અને 14 નવેમ્બરના રોજ બ્રાજીલમાં થનાર બ્રિક્સ (BRICS) સંમેલનમાં ભાગ લઇશ. સંમેલનની થીમ 'નવાચાર ભવિષ્ય માટે આર્થિક વૃદ્ધિ' છે. હું (BRICS) નેતાઓની સાથે વિવિધ વિષયો પર વ્યાપક સહયોગના સંબંધમાં ચર્ચાને લઇને આશાન્વિત છું.'

— ANI (@ANI) November 13, 2019

તેમણે કહ્યું હતું કે બ્રિક્સ (BRICS) સંમેલનથી ઇતર, તે બ્રિક્સ (BRICS) વ્યાપાર ફોરમને સંબોધિત કરશે અને આ સાથે બ્રિક્સ (BRICS) વ્યાપાર પરિષદ અને ન્યૂ ડેવલોપમેન્ટ બેંકના અધિકારીઓ સાથે સંવાદ કરશે. બ્રિક્સ (BRICS) વર્લ્ડની પાંચ વિકસતિ અર્થવ્યવસ્થાનું એક ગ્રુપ છે. તેમાં બ્રાજીલ, રૂસ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રીકા સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news