બાંગ્લાદેશ: લોહિયાળ બની હોળી, ઈસ્કોન મંદિર પર 200થી વધુ લોકોએ કર્યો હુમલો

બાંગ્લાદેશની સરકારના હિન્દુ લઘુમતીની સુરક્ષાના તમામ વચનોની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાના એક મંદિરને ગુરુવારે કટ્ટરપંથીઓએ નિશાન બનાવ્યું. કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ અને લૂટફાટ કરી. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. 

બાંગ્લાદેશ: લોહિયાળ બની હોળી, ઈસ્કોન મંદિર પર 200થી વધુ લોકોએ કર્યો હુમલો

ઢાકા: બાંગ્લાદેશની સરકારના હિન્દુ લઘુમતીની સુરક્ષાના તમામ વચનોની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાના એક મંદિરને ગુરુવારે કટ્ટરપંથીઓએ નિશાન બનાવ્યું. કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ અને લૂટફાટ કરી. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. 

ઈસ્કોન મંદિરને નિશાન બનાવ્યું
મળતી માહિતી મુજબ હાજી શફીઉલ્લાહના નેતૃત્વમાં 200થી વધુ લોકોએ ગઈ કાલે સાંજે લગભગ 7 વાગે ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટ પર ઈસ્કોન રાધાકાંત મંદિર પર હુમલો કર્યો. તોડફોડ કરી અને લૂટફાટ કરી. આ હુમલામાં અનેક હિન્દુઓ ઘાયલ થયાના સમાચાર છે. 

પહેલા પણ થયા છે મંદિર પર હુમલા
બાંગ્લાદેશના હિન્દુ મંદિરો પર હુમલાની આ પહેલી ઘટના નથી. ગત વર્ષે જ નવરાત્રિ સમયે કેટલાક દુર્ગા પૂજા પંડાલો પર હુમલા કરાયા હતા. આ દરમિયાન અનેક મંદિરો પર પણ હુમલા થયા હતા. આ હિંસામાં 2 હિન્દુઓ સહિત 7 લોકોના મોત થયા હતા. ત્યારે પણ ઢાકા સ્થિત ઈસ્કોન મંદિર પર હુમલો થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news