આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાએ નોર્વે-ઇરાકમાં દૂતાવાસ બંધ કર્યા, સિડનીમાં કોન્સ્યુલેટને માર્યુ તાળુ

શ્રીલંકાની આર્થિક સ્થિતિ ખરાબ છે. લોકો રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યાં છે. આ વચ્ચે શ્રીલંકાના વિદેશ મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. 

આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાએ નોર્વે-ઇરાકમાં દૂતાવાસ બંધ કર્યા, સિડનીમાં કોન્સ્યુલેટને માર્યુ તાળુ

કોલંબોઃ આપણા પોડાશી દેશ શ્રીલંકાની સ્થિતિ સારી નથી. ત્યાં મોંઘવારી બેકાબૂ છે અને વિદેશી દેવાને કારણે અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. રાષ્ટ્રપતિએ દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. કેબિનેટ મંત્રીઓ સામુહિક રીતે રાજીનામા આપી ચુક્યા છે. આ વચ્ચે શ્રીલંકાના વિદેશ મંત્રાલયે નોર્વેના ઓસ્કો અને ઇરાકના બગદાદમાં શ્રીલંકાના દૂતાવાસોને અસ્થાયી તરીકે બંધ કરવાનો નિર્ણય લીધો છે.  

એટલું જ નહીં શ્રીલંકાએ આગામી 30 એપ્રિલથી ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પોતાના કોન્સ્યુલેટ જનરલને બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે. સરકારે ગંભીર ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. દેશની આર્થિક સ્થિતિ અને વિદેશી મુદ્દા ભંડારમાં આવેલી કમીને કારણે દેશને આ સ્થિતિમાંથી બહાર કાઢવા નિર્ણય લેવામાં આવ્યો છે. 

— ANI (@ANI) April 5, 2022

નોર્વે અને ઇરાકમાં પોતાના દૂતાવાસોને બંધ કર્યા બાદ શ્રીલંકાએ સ્વીડનના સ્ટોકહોમમાં પોતાના રાજદૂતને નોર્વેની અને યુએઈના અબુધાબીમાં પોતાના રાજદૂતને ઇરાકની જવાબદારી સોંપી છે. આ સિવાય સિડનીમાં કોન્સ્યુલેટ જનરલનો ક્ષેત્રાધિકાર હવે ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરામાં હાજર શ્રીલંકાના દૂતાવાસને સોંપવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news