Predictions: તો આ રીતે ખતમ થશે દુનિયા! વર્ષો પહેલા કરવામાં આવી હતી આશ્ચર્યજનક ભવિષ્યવાણી
World Would End: તમને જાણીને વિશ્વાસ થશે નહીં કે તમે જે દુનિયામાં રહો છો, તેના ખતમ થવાની અનેકવાર ભવિષ્યવાણી કરવામાં આવી છે. સ્ટીફન હોકિંગે આ સિલસિલામાં કેટલીક ભવિષ્યવાણી કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ Stephen Hawking Predictions: તમે ઘણીવાર સાંભળ્યું હશે કે આ વર્ષમાં દુનિયા ખતમ થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જો દુનિયા ખતમ થશે તો કેમ ખતમ થશે અને તેની પાછળ શું કારણ હશે. જો નથી જાણતા તો સ્ટીફન હોકિંગ (Stephen Hawking) ના કેટલાક અંદાજો પર ધ્યાન આપો.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનશે ખતરો!
જાણીતા ભૌતિકશાસ્ત્રી (Physicist) સ્ટીફન હોકિંગ પ્રમાણે એક દિવસ એવો આવશે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્યોનું સ્થાન લઈ લેશે. તેમને ડર હતો કે જીવનનો એક એવો ફોર્મ આવશે જે મનુષ્યોને સંપૂર્ણ રીતે માત આપવામાં સક્ષમ હશે. સ્ટીફન હોકિંગની આ વિચિત્ર ભવિષ્યવાણી ઘણા લોકોના ડરનું કારણ પણ બની શકે છે.
ગ્લોબલ વોર્મિંગ વિશે કહી હતી આ વાત
જળવાયુ પરિવર્તન (Climate Change) મુદ્દા પર અનેક અભિયાનોનું આયોજન કરવામાં આવે છે. લોકોને ગ્લોબલ વોર્મિંગના પ્રકોપો વિશે ચેતવણી પણ આપવામાં આવે છે. હકીકતમાં સ્ટીફન હોકિંગે પણ ગ્લોબલ વોર્મિંગના (Global Warming) સતત વધતા રહેવાને દુનિયા ખતમ થવાનું એક કારણ જણાવ્યું હતું. પરંતુ જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગ્લોબલ વોર્મિંગને કારણે આ દુનિયા ખતમ નહીં થાય તો સ્ટીફન હોકિંગની પાસે વધુ એક ચિંતાજનક કારણ હતું.
બચવા માટે કરવું પડશે આ કામ!
ઘણા લોકોને પ્રેરણા આપનાર ભૌતિકશાસ્ત્રી પ્રમાણે આગામી હજાર વર્ષમાં પરમાણુ ટકરાવ કે પર્યાવરણ આપદા (Environmental Catastrophe) ને કારણે દુનિયા ખતમ થવાની સંભાવના છે. સ્ટીફન અનુસાર મનુષ્યોએ ખતમ થતાં બચવા માટે કોઈ બીજા ગ્રહમાં વસવાટ કરવો પડશે. આ સાંભળવામાં જેટલું ડરામણું લાગી રહ્યું છે, એટલું રોમાંચક પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે