ન્યૂક્લિયર હુમલો, હિમયુગ અને સૌર સૂનામી, વર્ષ 2023 માટે બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી

દુનિયાા સૌથી રહસ્યમયી બાબા વેંગાની વર્ષ 2023ને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી ખુબ ચોંકાવનારી છે. તેમાં ન્યૂક્લિયર હુમલો, લેબમાં બાળકોનો જન્મ અને સૌર મંડળમાં સૂનામી સામેલ છે. 
 

ન્યૂક્લિયર હુમલો, હિમયુગ અને સૌર સૂનામી, વર્ષ 2023 માટે બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી રહસ્યમયી બાબા વેંગાની વર્ષ 2023ને લઈને કરેલી ભવિષ્યવાણી ચોંકાવનારી છે. ભવિષ્યમાં દુનિયા ક્યા-ક્યા ખતરાનો સામનો કરવાની છે, તેને લઈને વર્ષો પહેલા ચેતવણી જાહેર કરી ચુકી છે. બુલ્ગારિયાના આ રહસ્યમયી બાબા વેંગાનું મોત ભલે 29 વર્ષ પહેલા થઈ ગયું હોય, પરંતુ તેમણે 9/11 આતંકી હુમલો, રાજકુમારી ડાયનાનું મોત અને બરાક ઓબામાના રાષ્ટ્રપતિ બનવા સુધીની ભવિષ્યવાણી કરી હતી. આ વખતે તેમની વર્ષ 2023ને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી ખુબ ડરામણી છે. જેમાં ન્યૂક્લિયર એટેક, લેબમાં બાળકો પેદા થવા અને સૌર મંડળમાં સૂનામી સામેલ છે. 

માત્ર 12 વર્ષની ઉંમરે આંખની રોશની ગુમાવી દેવા છતાં આજીવન દાવા કરતા રહ્યાં કે તેમને ભવિષ્યમાં થનાર ઘટનાક્રમ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. બુલ્ગારિયામાં જનેમેલી બાબા વેંગાની ભવિષ્યવાણીઓ 85 ટકા સાચી સાબિત થઈ છે. તેમણે 5079 સુધીની ભવિષ્યવાણીઓ કરી છે. આ વર્ષે તેમણે દાવો કર્યો હતો કે દુનિયા ખતમ થઈ જશે. વર્ષ 1996માં બાબા વેંગાનું મૃત્યુ થઈ ગયું હતું. 

બાબા વેંગાની 2023 માટે શું ભવિષ્યવાણી છે

હિમયુગમાં જતી રહેશે ધરતી
બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે કોઈ પ્રકારે વર્ષ 2023માં પૃથ્વીની કક્ષા બદલાઈ જશે. પૃથ્વી બ્રહ્માંડમાં એક સારા સંતુલનમાં છે અને એક નાની ઈનિંગથી પણ જળવાયુમાં ભારે પરિવર્તન થઈ શકે છે. જો બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે, તો વિનાશકારી ઘટનાઓ થઈ શકે છે. બીજી તરફ જો ગ્રહ સૂર્યથી વધુ દૂર જાય તો આપણે હિમયુગમાં જઈ શકીએ છીએ. 

સૌરમંડળમાં સુનામી
બાબા વેંગાએ તે ભવિષ્યવાણી કરી હતી કે 2023માં મોટા પાયા પર સૌર તોફાન જોવા મળશે, જે પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. સૌર તોફાન સૂર્યથી નિકળનાર ઉર્જાનો વિસ્ફોટ છે, જે વિદ્યુત આવેશ. ચુંબકીય ક્ષેત્ર અને વિકિરણને પૃથ્વી તરફ મોકલે છે. તેના વિનાશકારી પ્રભાવ અબજો પરમાણુ બોમ્બો જેવો શક્તિશાળી હોઈ શકે છે. આ ઘટનામાં ઘણા દિવસ સુધી ધરતીમાં બ્લેકઆઉટ છવાઈ શકે છે. તે દિવસોમાં ન સૂરજ જોવા મળશે ન ચંદ્ર-તારા.

બાયો હથિયાર
માનવામાં આવે છે કે બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે એક મોટો દેશ લોકો પર જૈવિક હથિયારનો પ્રયોગ કરશે. જેનાથી હજારો લોકોના મોત થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રએ આવા જૈવિક હથિયારના પ્રયોગો પર પ્રતિબંધ લગાવ્યો છે. પરંતુ ઘણા દેશોમાં ગુપ્ત રૂપથી સંભવિત બાયો હથિયાર ડિવીઝન ચલાવવાની આશંકા છે. 

પરમાણુ હુમલો
બાબા વેંગાએ 2023માં એક પરમાણુ વિસ્ફોટની ભવિષ્યવાણી કરી છે. યૂક્રેન અને રશિયા વચ્ચે જંગ ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયો છે. તેવામાં બાબા વેંગાની ભવિષ્યવાણીને સમર્થન મળી શકે છે. 

લેબમાં થશે બાળકોનો જન્મ
બાબા વેંગાએ તે ભવિષ્યવાણી કરી હતી કે પ્રાકૃતિક જન્મો પર પ્રતિંબધ લગાવી શકાય છે અને મનુષ્યોનો જન્મ પ્રયોગશાળામાં થશે. તેનો મતલબ છે કે વિશ્વના નેતા અને સ્વાસ્થ્ય નિષ્ણાંત નક્કી કરશે કે કોણ પેદા થવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news