ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન અને છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી

12 Times Marriage and Divorce: એક કપલે 12 વાર એકબીજા સાથે લગ્ન કર્યા અને પછી છૂટાછેડા લીધા. મહિલા 13મી વખત દુલ્હન બનવા તૈયાર હતી, પરંતુ આ વખતે તેનું જૂઠ બધાની સામે આવી ગયું. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?

ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન અને છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી

12 Times Marriage and Divorce: યુરોપિયન દેશ ઓસ્ટ્રિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓસ્ટ્રિયન કપલે પહેલા લગ્ન કર્યા અને પછી એકબીજાને છૂટાછેડા લીધા, પછી લગ્ન કર્યા અને ફરીથી છૂટાછેડા લીધા… આ ક્રમ 1-2 નહીં પણ 12 વાર પુનરાવર્તિત થયો. જી હા.. 40 વર્ષમાં 12 વાર લગ્ન અને છૂટાછેડા, આખરે શું હતું તેનું કારણ? ચાલો જાણીએ…

એક જર્મન અખબાર અનુસાર એક મહિલાએ 1981માં તેના પહેલા પતિને ગુમાવી દીધો હતો. તેના પતિના મૃત્યુ પછી મહિલાને વિધવા પેન્શન તરીકે 342,000 ડોલર એટલે કે 2.90 કરોડ રૂપિયા મળ્યા. જો કે, 1982માં મહિલાએ ફરીથી લગ્ન કર્યા. આ કારણે મહિલાને વિધવા પેન્શન મળતું બંધ થઈ ગયું. લગ્ન બાદ મહિલાને 28,405 ડોલર એટલે કે 24.11 લાખ રૂપિયા વળતર તરીકે મળ્યા અને અહીંથી કપલને એક અદ્ભુત આઈડિયા આવ્યો.

6 વર્ષ પછી તૂટી ગયા પ્રથમ લગ્ન 
મહિલાના બીજા લગ્ન 1988 સુધી ચાલ્યા. લગ્નના છ વર્ષ પછી તેણે છૂટાછેડા આપી દીધા. મહિલાએ છૂટાછેડા માટે પતિની ગેરહાજરી અને તણાવને કારણ જણાવ્યું હતું. આવી સ્થિતિમાં છૂટાછેડા પછી મહિલાનું વિધવા પેન્શન ફરી શરૂ થયું અને તેને 2.90 કરોડ રૂપિયા મળવા લાગ્યા. આ રીતે પતિ-પત્ની બન્નેએ 40 વર્ષમાં 12 વખત લગ્ન કર્યા અને છૂટાછેડા લીધા.

દર 3 વર્ષે થતા હતા છૂટાછેડા 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર છૂટાછેડા વખત મહિલાના લગ્ન માત્ર 3 વર્ષ જ ચાલ્યા હતા. દર 3 વર્ષ પછી સ્ત્રી છૂટાછેડા લેતી હતી અને ફરીથી લગ્ન કરી લેતી હતી. આ રીતે મહિલા વિધવા પેન્શન અને વળતર બન્ને માટે હકદાર બની જાતી હતી. આરોપી મહિલા 13 વખત દુલ્હન બની અને 12 વખત છૂટાછેડા લીધા.

2022માં ખુલ્લી પોલ
નોંધનીય છે કે, મહિલાનો બીજો પતિ ટ્રક ચલાવે છે. આવી સ્થિતિમાં તે અવારનવાર કામના કારણે ઘરથી દૂર રહેતો હતો, જેનો ફાયદો ઉઠાવીને મહિલા છૂટાછેડા લઈ લેતી હતી. આ કપલની છેતરપિંડીનો પર્દાફાશ 2022માં થયો હતો, જ્યારે મહિલાએ છૂટાછેડા લીધા પછી પેન્શન ફંડ સામે કેસ દાખલ કર્યો હતો. મહિલાના જૂના રેકોર્ડ તપાસવામાં આવતા બધા ચોંકી ગયા હતા. અધિકારીઓએ મહિલાનું વિધવા પેન્શન પુનઃસ્થાપિત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

કોર્ટે શું કહ્યું?
ઓસ્ટ્રિયાની સુપ્રીમ કોર્ટે આ કેસ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો વિધવા પેન્શન મેળવવા માટે વારંવાર છૂટાછેડા લેવામાં આવે તો લગ્ન ક્યારેય તૂટ્યા નથી. કપલના પડોશીઓએ પણ જણાવ્યું કે, પતિ-પત્ની બન્ને વર્ષોથી સાથે છે. તેઓ ક્યારેય અલગ થયા નથી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news