ટોયલેટમાં વીડિયો બનાવીને આવું કામ કરે છે આ છોકરી, જોરદાર થાય છે કમાણી

Trending News: ઈન્ટરનેટના જમાનામાં ફેમસ થવા માટે લોકો શું નથી કરતા. કેટલાક નામ કમાવવા માંગે છે અને કેટલાકને સંપત્તિ જોઈએ છે, કારણ કે લાખો લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ભારે કમાણી કરી રહ્યા છે. આવી જ એક મહિલા ઓસ્ટ્રેલિયામાં પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરીને ઝડપથી પોતાની ફેન ફોલોઈંગ વધારી રહી છે.

ટોયલેટમાં વીડિયો બનાવીને આવું કામ કરે છે આ છોકરી, જોરદાર થાય છે કમાણી

Trending news social media: આજકાલ આઈડિયાનો જમાનો છે. તમે એક જાણિતી જાહેરરાતની લોકપ્રિય લાઇન પણ સાંભળી હશે. 'એન આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ.' એટલે કે એક વિચાર તમારું જીવન બદલી શકે છે. કંઇક અલગ કરવાની ઇચ્છામાં કેટલાક લોકોને એવી સફળતા મળે છે કે તે એક નવો ટ્રેન્ડ બની જાય છે. ઓસ્ટ્રેલિયાની એક છોકરી સાથે આવું જ બન્યું છે જે કંઈક એવું કરી રહી છે જે કરવું દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી. જોકે ઓફ બીટ હોવાને કારણે, તેની વાર્તા માત્ર ઓસ્ટ્રેલિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ રહી છે.

'ટોઇલેટમાં બનાવે છે વીડિયો'
'ડેઈલી સ્ટાર'માં છપાયેલા અહેવાલ મુજબ, આ છોકરી પબ્લિક ટોયલેટમાં વીડિયો બનાવે છે. તેણે પોતાનું અસલી નામ જાહેર કર્યું નથી. આ છોકરી એક પ્રોફેશનલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબરની જેમ Tiktok પર તેના વીડિયો મૂકે છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિચિત્ર સીરીઝ ચલાવી છે. જેમાં તે શહેર પ્રમાણે એપિસોડ અપલોડ કરે છે. ઓસ્ટ્રેલિયાની આ ઇન્ફ્લુએન્સર 'sez.com.au' નામથી પોસ્ટ કરે છે અને તે સિડનીની આસપાસના વિસ્તારોમાં બનેલા જાહેર શૌચાલયોનો રિવ્યૂ ત્યાં જઇને કરે છે અને ત્યારબાદ એક્સપીરિયન્સ સાથે શેર કરે છે. 

ટોયલેટ ઇન્ફ્લુએન્સર આપે છે આ વસ્તુઓનો આપે છે રિવ્યૂ
આ છોકરી મોલ, રેસ્ટોબાર, કાફે, હોટલ, હાઈવે અને હોસ્પિટલ દરેક જગ્યાના ટોઈલેટમાં જાય છે અને ત્યાં તેના એક્સપીરિયેન્સ મુજબ રિવ્યુ આપે છે. અત્યાર સુધી તેણીએ સિડની અને પશ્ચિમી પ્રાંતોમાં શૌચાલયોની મુલાકાત લીધી છે. આ છોકરી તેમને ટોયલેટ સીટ, ગંધ, પાણીની વ્યવસ્થા, સાબુ, ભીડ, ટોયલેટ પેપર અને વાતાવરણના આધારે રેટ કરે છે.

તેણીએ પોતાનો પરિચય એક શૌચાલય પ્રભાવક તરીકે કરાવ્યો. એટલે કે, કોઈ ચોક્કસ સ્થળના કયા ટોયલેટમાં, શું સારું હતું અને શું ખરાબ, તે બધી કાચી નોંધો તે રાખે છે. એટલું જ નહીં, તે તેને સુધારવા માટે સૂચનો પણ આપે છે. જો કે તે આ સિરીઝમાંથી કેટલી કમાણી કરે છે, તેણે આ વિશે કોઈ ચોક્કસ માહિતી આપી નથી. આ છોકરીને લોકોનો ઘણો સપોર્ટ મળી રહ્યો છે. હવે આ ટોયલેટ વ્લોગરની સ્ટોરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news