Watch Video: પેશાબકાંડના પીડિત આદિવાસીના CM શિવરાજે ધોયા પગ, તિલક લગાવી સન્માન કર્યું

MP News: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે એ પીડિત આદિવાસીની મુલાકાત સાથે મુલાકાત કરી જેની સાથે સીધીમાં અમાનવીય વર્તણૂંક કરાઈ હતી. સીએમ શિવરાજસિંહ ચૌહાણે તે વ્યક્તિના પગ ધોયા, માળા પહેરાવી અને અંગવસ્ત્ર આપીને સન્માન કર્યું.

Watch Video: પેશાબકાંડના પીડિત આદિવાસીના CM શિવરાજે ધોયા પગ, તિલક લગાવી સન્માન કર્યું

MP News: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે એ પીડિત આદિવાસીની મુલાકાત સાથે મુલાકાત કરી જેની સાથે સીધીમાં અમાનવીય વર્તણૂંક કરાઈ હતી. સીએમ શિવરાજસિંહ ચૌહાણે તે વ્યક્તિના પગ ધોયા, માળા પહેરાવી અને અંગવસ્ત્ર આપીને સન્માન કર્યું. CMએ મુખ્યમંત્રી આવાસ પર બોલાવીને પેશાબકાંડના પીડિત વ્યક્તિ સાથે મુલાકાત કરી  અને પગ ધોયા. ત્યારબાદ શિવરાજે તેમના માથે તિલક પણ કર્યું. અત્રે જણાવવાનું કે સીધીમાં માનવતાને શર્મસાર કરતી ઘટનાને અંજામ અપાયો. આરોપીએ આદિવાસી વ્યક્તિ પર પેશાબ કર્યો જેનો વીડિયો વાયરલ થતા દેશભરમાં હડકંપ મચી ગયો. 

આરોપીના ઘરે બુલડોઝર એક્શન
શિવરાજ સિંહ ચૌહાણ સરકાર અને ભાજપ તરફથી  કરાયેલા એલાનની અસર પણ જોવા મળી અને બુધવારે આરોપી પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર એક્શન પણ જોવા મળ્યું. આ માટે વહીવટીતંત્ર ભારે પોલીસફોર્સ સાથે આરોપીના ઘરે પહોંચ્યું અને થોડીવાર બાદ પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચાલવા લાગ્યું. પ્રશાસનનું માનીએ તો ઘરના એ ભાગને પાડવામાં આવ્યું જે ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરીને બનાવાયું હતું. 

किसी के साथ भी अत्याचार बर्दाश्त नहीं किया जायेगा। राज्य के हर नागरिक का सम्मान मेरा सम्मान है। pic.twitter.com/vCuniVJyP0

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 6, 2023

કેમ તોડાયું આરોપીનું ઘર
સીધીના એસડીએમ આર પી ત્રિપાઠીએ  કહ્યું કે તેનો જૂનો રેકોર્ડ ક્રિમિનલ બેકગ્રાઉન્ડનો છે અને તેમનું જે રમાકાંત શુક્લાનું મકાન છે તે વિધિ વિપરિત બન્યું છે. તેનો રેકોર્ડ ચેક કરાયો અને જાણવા મળ્યું કે વિધિ વિપરિત બનેલું છે. આથી ગેરકાયદેસર રીતે બનાવેલું છે તે પાડવામાં આવ્યું છે. જો કે બુલડોઝર કાર્યવાહી દરમિયાન પ્રવેશ શુક્લાના પરિજનોએ વિરોધ પણ જતાવ્યો. પરંતુ સરકારના કડક નિર્દેશોના કારણે તેમનું સાંભળવામાં ન આવ્યું અને મકાનનો એક ભાગ બુલડોઝરથી જમીનદોસ્ત કરાયો જે ગેરકાયદેસર રીતે બનેલો હતો. 

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 6, 2023

સીએમ શિવરાજે આપ્યું આ નિવેદન
ઘટનાની જાણકારી મળ્ય બાદ સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે તેણે માનવતાને કલંકિત કરી છે, ઘોર અમાનવીય કૃત્ય કર્યું છે. એવો અપરાધ જેમાં કડકમાં કડક સજા, કઠોરમાં કઠોર શબ્દ પણ ઓછા પડ છે પરંતુ મે નિર્દેશ આપ્યા છે કે કડકમાં કડક સજા કરવામાં આવે. આકરી કાર્યવાહી કરવામાં આવે. એવી કાર્યવાહી જે ઉદાહરણ બને. અમે તેને કોઈ પણ કિંમતે છોડીશું નહીં. 

અત્રે જણાવવાનું કે સીધીમાં શર્મસાર કરનારી આ ઘટનાને અંજામ આપનારો આરોપી પોલીસના સકંજામાં છે. પ્રવેશ શુક્લા નામનો આ વ્યક્તિ એક વીડિયોમાં આદિવાસી વ્યક્તિ પર યુરિન કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ મધ્ય પ્રદેશના રાજકારણમાં હંગામો મચી ગયો. આરોપ છે કે આરોપીએ નશાની હાલતમાં એક આદિવાસી યુવક પર પેશાબ કર્યો હતો. કોઈએ લગભગ 9 દિવસ પહેલા આ  ઘટનાનો વીડિયો બનાવી દીધો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news