અદભૂત! અંતરિક્ષમાં જોવા મળ્યું સુંદર પતંગિયું, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

અંતરિક્ષમાં વિશાળ પતંગિયા જેવી આકૃતિની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકોને ખુબ પસંદ પડી રહી છે. ખગોળશાસ્ત્રીઓ દ્વારા શોધાયેલી સ્પેસ બટરફ્લાય લોકોની જિજ્ઞાસાનું કેન્દ્ર બની ગઈ છે. વાદળી અને રિંગણિયા રંગના વાદળોવાળું આ પતંગિયુ હજારો પ્રકાશવર્ષ દૂર છે. 

અદભૂત! અંતરિક્ષમાં જોવા મળ્યું સુંદર પતંગિયું, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

વોશિંગ્ટન: અંતરિક્ષમાં વિશાળ પતંગિયા જેવી આકૃતિની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકોને ખુબ પસંદ પડી રહી છે. ખગોળશાસ્ત્રીઓ દ્વારા શોધાયેલી સ્પેસ બટરફ્લાય લોકોની જિજ્ઞાસાનું કેન્દ્ર બની ગઈ છે. વાદળી અને રિંગણિયા રંગના વાદળોવાળું આ પતંગિયુ હજારો પ્રકાશવર્ષ દૂર છે. 

જો કે આ કોઈ પતંગિયું નથી પરંતુ ગેસથી બનેલી બલૂન જેવી પેટર્ન છે. ખગોળીય ઘટનાઓ પર નજર રાખતી એજન્સી European Southern Observatory (ESO)એ કહ્યું કે આ વાસ્તવમાં નેબુલા છે- ગેસનું વિશાળ વાદળું જે કોઈ મોટા તારની ચારેબાજુ બને છે અને તેમાં હજુ સુધી વિસ્ફોટ થયો નથી. ગેસનું આ બલૂન ખુબસુરત આકાર, રંગ અને વિશિષ્ટ પેટર્ન સાથે એકદમ પતંગિયા જેવું દેખાય છે.

— ESO (@ESO) July 30, 2020

પતંગિયા આકૃતિની આ તસવીર હાલમાં જ Very Large Telescope ની મદદથી લેવાઈ છે. તેને NGC 2899 કહેવામાં આવે છે. (NGCનો અર્થ છે ન્યૂ જનરલ કેટલોગ, જે નેબુલા અને આ પ્રકારના અન્ય સુક્ષ્મ એસ્ટ્રલ બોડીઝને સૂચિબદ્ધ કરે છે.) તે પૃથ્વીથી 3000થી 65000 પ્રકાશવર્ષ દૂર તારામંડળ વેલામાં સ્થિત છે. ESOના જણાવ્યાં મુજબ રિંગણિયા કલરના વિકિરણ તારની ચારે બાજુ ગેસના ગોળાને રોશન કરે છે અને તેના કારણે જ ખુબ ચમક ઉત્પન્ન થાય છે. Very Large Telescope આ પ્રકારની ગતિવિધિઓને કેપ્ચર કરનારું અત્યાધુનિક ઓપ્ટિકલ ડિવાઈસ છે. 

ESOએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સ્પેસ બટરફ્લાયનો ફોટો શેર કર્યો છે. ESOએ લખ્યું છે કે પોતાની આકૃતિ, ખુબસુરત રંગો અને વિશિષ્ટ પેટર્નના કારણે પતંગિયા જેવી આકૃતિનો આ ગેસથી બનેલો શાનદાર પરપોટો NGC 2899 છે જે આકાશમાં ઉડતો જોવા મળી રહ્યો છે અને તેની તસવીર અમારા VLTએ કેપ્ચર કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news