અમેરિકાના ટોપ કોરોના એક્સપર્ટ, રાષ્ટ્રપતિના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડો. ફાઉચી છોડશે પોતાનું પદ
અમેરિકામાં ટોપ કોરોના નિષ્ણાંત અને રાષ્ટ્રપતિના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડો. એન્થની ફાઉચીએ જાહેરાત કરી કે તે ડિસેમ્બરમાં પોતાનું પદ છોડી દેશે. તેઓ પાંચ દાયકાથી સેવા આપી રહ્યાં છે.
Trending Photos
વોશિંગટનઃ સંક્રામક બીમારીઓના સૌથી મોટા જાણકાર ગણાતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના સ્વાસ્થ્ય સલાહકાર ડો. એન્થની ફાઉચીએ હવે પોતાનું પદ છોડવાનો નિર્ણય કરી લીધો છે. તેમણે સોમવારે જાહેરાત કરી કે પાંચ દાયકાની સેવા બાદ તે ડિસેમ્બરમાં પદ છોડવાના છે. બાઇડેનના ચીફ મેડિકલ એડવાઇઝર ફાઉચી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓપ એલર્જી એન્ડ ઇન્ફેક્શસ ડિસીઝ અને એઆઈએઆઈડી લેબોરેટરીના ચીફ રહી ચુક્યા છે.
કોરોના મહામારી દરમિયાન ફાઉચીનું નામ ઘર-ઘરમાં ગૂંજવા લાગ્યું હતું. તેમણે મહામારી સામે લડવામાં પોતાના અનુભવનો પ્રયોગ કર્યો હતો. આ પહેલા એચઆઈવીને લઈને તેમનું નામ વિશ્વભરમાં જાણીતું છે. તેમણે કહ્યું, હું ડિસેમ્બરમાં મારૂ પદ છોડવાનો છું. હવે મારે નવા અધ્યાયની શરૂઆત કરવી છે.
બાઇડેને કરી પ્રશંસા
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ફાઉચીની પ્રશંસા કરતા કહ્યુ, તમે ભલે વ્યક્તિગત રૂપથી મળ્યા હોવ કે નહીં પરંતુ તમે તમારા કામથી બધા અમેરિકીઓના જીવન પર અસર પાડી છે. હું આ જનસેવા માટે તમારો દિલથી આભાર માનું છું. તમારે કારણે અમેરિકા વધુ મજબૂત અને સ્વસ્થ બની શક્યું.
નોંધનીય છે કે એન્થની ફાઉચીનો જન્મ 24 ડિસેમ્બર 1940મા થયો હતો. 1984મા તેમણે એઆઈએલઆઈડીના ડાયરેક્ટરના રૂપમાં પદભાર સંભાળ્યો હતો. કોરોના મહામારી દરમિયાન તેઓ વ્હાઇટ હાઉસની ટાસ્ક ફોર્સના મુખ્ય સભ્ય હતા. કોરોના દરમિયાન તેમના નિવેદનને ખુબ મહત્વના માનવામાં આવતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે