વરસાદ ખેંચી લાવતા લા નીનાએ આપ્યા ટેન્શનવાળા સમાચાર, જુલાઈ નહિ છેક ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે

What Is La Nina : લા નીનાને લઈને વૈજ્ઞાનિકોએ આગાહીમાં ક્લાયમેન્ટ પ્રીડિક્શન સેન્ટરે અનમાન લગાવ્યું હતું કે, જુલાઈમાં લા નીના સક્રિય થશે, જેનાથી વાતાવરણમાં મોટો પલટો આવશે અને વધારે વરસાદ થશે, ખાસ કરીને ભારતમાં વધારે વરસાદ આવશે અને પૂરની ઘટનાઓ વધશે 

વરસાદ ખેંચી લાવતા લા નીનાએ આપ્યા ટેન્શનવાળા સમાચાર, જુલાઈ નહિ છેક ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે

Monsoon Update : ગુજરાતમાં ચોમાસું ખેંચાયું છે. ઉત્તર ભારતમાં ધોધમાર વરસાદ છે, પણ ગુજરાતમાં વરસાદના કોઈ અણસાર નથી. વાતાવરણમાં આવેલા આ પલટાથી હવામાન નિષ્ણાતો પણ ચોંકી ગયા છે. આવામાં અમેરિકાની હવામાન એજન્સી ક્લાઇમેટ પ્રિડિક્શન સેન્ટર (CPC) હવે અન્ય એજન્સીઓ સાથે મળીને લા નીનાના આગમનમાં વિલંબ કેમ થયું છે તે શોધવા માટે કામે લાગી ગયું છે. ચોમાસા માટે મહત્વના ગણાતા લા નીનામાં કેમ વિલંબ થયો છે તે અમેરિકન એજન્સી શોધી કાઢશે. અલ નીનો સધર્ન ઓસીલેશન (એન્સો) પર ચર્ચા કરતા એવું કહેવામાં આવ્યું છે કે એન્સો-નિષ્ક્રિય સ્થિતિ આગામી કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહેશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચે લા નીના સક્રિય થવાની 70 ટકા શક્યતા છે. આ પછી નવેમ્બર અને જાન્યુઆરી વચ્ચે આ વર્ષના શિયાળા દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં તે સ્થિર થઈ જશે.

ભારતમાં પૂર આવવાની આગાહી 
લા નીના સંબંધિત તેની પ્રારંભિક આગાહી સામે આવી છે. પૂર્વાનુમાનમાં, ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરે આગાહી કરી હતી કે લા નીના જુલાઈમાં સક્રિય થશે, જેના કારણે હવામાનમાં મોટો ફેરફાર થશે અને ભારેથી અતિભારે વરસાદ આવશે. આના કારણે એશિયામાં ખાસ કરીને ભારતમાં વધુ વરસાદ અને પૂરની ઘટનાઓ બનશે. જોકે, ગયા મહિને ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરે તેની સંભાવના 69 ટકાથી ઘટાડીને 65 ટકા કરી છે. ગયા મહિને ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરે આગાહી કરી હતી કે લા નીનાની શક્યતાઓ નબળી પડશે અને તે ઉત્તરીય ગોળાર્ધમાં સ્થિર થશે.

લા નીનાના આગમનમાં વિલંબ થયો છે
જો કે, હવામાનની એજન્સી અમેરિકન નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનનો એક ભાગ છે તેણે જણાવ્યું હતું કે એજન્સીની આગાહી કરનારી ટીમ અહેવાલ આપી રહી છે કે આ મહિને લા નીના સક્રિય થવામાં વિલંબ થયો છે. પરંતુ અમને આશા છે કે તે ટૂંક સમયમાં ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચે સક્રિય થઈ જશે. 

તો ક્યારે એક્ટિવ થશે લા નીના
ક્લાયમેટ પ્રિડિક્શન સેન્ટરે એમ પણ જણાવ્યું હતું કે દરિયાની સપાટીનું તાપમાન સરેરાશ કરતાં ઓછું રહેવાને કારણે આવું બન્યું છે. CPC એ વધુમાં જણાવ્યું હતું કે, કોલંબિયા ક્લાઈમેટ સ્કૂલ ઈન્ટરનેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાઈમેટ એન્ડ સોસાયટી તરફથી સૌથી તાજેતરનું અપડેટ લા નીનાના સક્રિયકરણમાં વિલંબ દર્શાવે છે, તે સપ્ટેમ્બર અને નવેમ્બર 2024 વચ્ચે સક્રિય થઈ શકે છે.

અંબાણી પરિવારની વહુ રાધિકાએ કેમ પોતાના લગ્નમાં પહેર્યો બહેનનો હાર, બધુ જ નવું તો હાર
 
લા નીના ઓગસ્ટમાં સક્રિય થશે
ઓસ્ટ્રેલિયા બ્યુરો ઓફ મીટીરોલોજીએ જણાવ્યું કે, લા નીના ઓગસ્ટમાં સક્રિય થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ક્લાઈમેટ ચેન્જ મોડલ હેઠળ મળેલા સૂચનો દર્શાવે છે કે મધ્ય પેસિફિક મહાસાગરની સપાટીના તાપમાનમાં ઘટાડો થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે. તે જ સમયે, સાતમાંથી ચાર મોડેલની આગાહી એવી છે કે સમુદ્રની સપાટીનું તાપમાન એન્સો નિષ્ક્રિય સ્થિતિમાં રહી શકે છે. જ્યારે બાકીના ત્રણ મોડેલોએ સૂચવ્યું છે કે દરિયાની સપાટીનું તાપમાન લા નીના સ્તરે પહોંચી શકે છે (-8 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું). કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસે તેના અનુમાનમાં જણાવ્યું હતું કે પૂર્વીય વિષુવવૃત્તીય પેસિફિકમાં તાપમાન નીચું રહી શકે છે, જે અલ નીનાના વિકાસનો સંકેત આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news