જો તમે અમેરિકામાં નોકરી કરવાનું વિચારી રહ્યા છો? તો વાંચો આ સમાચાર, તમારી ઉંઘ ઉડાવી દેશે

ગયા અઠવાડિયે અમેરિકામાં બેરોજગારીનો દાવો કરનાર લોકોની સંખ્યા 23,000 વધીને 230,000 થયા છે. બેરોજગારી માટેની સાપ્તાહિક અરજીઓને છંટણીનો એક સંકેત માનવામાં આવે છે.

જો તમે અમેરિકામાં નોકરી કરવાનું વિચારી રહ્યા છો? તો વાંચો આ સમાચાર, તમારી ઉંઘ ઉડાવી દેશે

વોશિંગ્ટન: જો તમે અમેરિકામાં નોકરી કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારી ઉંઘ હરામ કરી શકે છે. ઓમિક્રોન સમગ્ર વિશ્વના દેશોની કમર તોડી નાંખી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે અમેરિકામાં બેરોજગારી લાભો માટે અરજી કરનારા લોકોની સંખ્યા ગત સપ્તાહે નવેમ્બરના મધ્યથી સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે.

અમેરિકામાં બેરોજગારીનું સ્તર વધ્યું
ગયા અઠવાડિયે અમેરિકામાં બેરોજગારીનો દાવો કરનાર લોકોની સંખ્યા 23,000 વધીને 230,000 થયા છે. બેરોજગારી માટેની સાપ્તાહિક અરજીઓને છંટણીનો એક સંકેત માનવામાં આવે છે. છેલ્લા પાંચ સપ્તાહમાં તેમની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે.

આખી દુનિયામાં આ રીતે ફેલાયેલી છે ચીની જાસૂસીની જાળ, સ્વરૂપવાન યુવતીઓનો થાય છે ઉપયોગ

કોરોનાએ ખતમ કર્યા રોજગારીની તકો
આ સંભવતઃ એક સંકેત છે કે ઓમિક્રોન ફોર્મ જોબ માર્કેટ પર અસર કરી રહ્યું છે જે ગયા વર્ષના કોરોના સંકટને કારણે મંદીમાંથી બહાર આવી રહ્યું હતું.

અમેરિકામાં કોરોનાનો કહેર
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર, રવિવારે અમેરિકામાં કુલ કોવિડ -19 કેસ 60 મિલિયન સુધી પહોંચી ગયા છે. જાન્યુઆરી 2020 થી દેશમાં 8,37,594 મૃત્યુ પણ થઈ ચૂક્યા છે.

હોસ્પિટલોમાં સ્ટાફની અછત
ઓમિક્રોન વેરિઅન્ટના કારણે યુએસમાં કોવિડ સંક્રમિત દર્દીઓની સંખ્યા હોસ્પિટલોમાં ઝડપથી વધી રહી છે. જેના કારણે હોસ્પિટલોએ અન્ય દર્દીઓની સર્જરી બંધ કરી દીધી છે. આંકડાઓ અનુસાર, અમેરિકામાં પ્રતિ 10 લાખ લોકો પર દરરોજ 2130 થી વધુ દર્દીઓ સંક્રમિત થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news