પ્રેમની માયાજાળમાં ફસાવી રહી છે ચીનની મહિલા જાસૂસો! અનેક બ્રિટિશ સાંસદ ફસાયા, ગુપ્તચર એજન્સીના ખુલાસાથી ખળભળાટ

MI-5ની આ ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટનની લેબર પાર્ટીને દાન આપનારી મહિલા ચીનની જાસૂસ (Chinese Spy) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી ઘણા બ્રિટિશ સાંસદ ચીની જાસૂસની જાળમાં ફસાયા છે અને તેના પૂર્વ સાંસદ સાથે પણ નજીકના સંબંધો હતા.

 પ્રેમની માયાજાળમાં ફસાવી રહી છે ચીનની મહિલા જાસૂસો! અનેક બ્રિટિશ સાંસદ ફસાયા, ગુપ્તચર એજન્સીના ખુલાસાથી ખળભળાટ

લંડનઃ ચીન (China) વિશે એવું માનવામાં આવે છે કે સમગ્ર વિશ્વમાં તેના જાસૂસ (Spy) છે. તેમણે પોતાની ઘણી મહિલા જાસૂસોને બીજા દેશોના મોટા નેતાઓ, અધિકારીઓને હની ટ્રેપ (Honeytrap)માં ફસાવીને ગુપ્ત માહિતી મેળવવા માટે તૈનાત કરી છે. બ્રિટન (Britain) ની ગુપ્તચર સંસ્થા MI-5એ પણ આવી જ ચેતવણી જાહેર કરી છે. એજન્સીએ તેના સાંસદોને એલર્ટ કર્યા છે કે ચીનની મહિલાઓ તેમને ફસાવીને મહત્વપૂર્ણ માહિતી લીક કરી શકે છે.

CPC માટે જાસૂસીની શંકા
MI-5ની આ ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટનની લેબર પાર્ટીને દાન આપનારી મહિલા ચીનની જાસૂસ (Chinese Spy) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી ઘણા બ્રિટિશ સાંસદ ચીની જાસૂસની જાળમાં ફસાયા છે અને તેના પૂર્વ સાંસદ સાથે પણ નજીકના સંબંધો હતા. 'ગાર્ડિયન'ના અહેવાલ મુજબ, MI-5એ જણાવ્યું છે કે સુરક્ષા એજન્સીઓ ક્રિસ્ટીન લી (Christine Lee) નામની મહિલા પર નજર રાખી રહી છે. તેમના પર ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (CPC) માટે જાસૂસી કરવાની શંકા છે.

અત્યારે મોકલી રહ્યા નથી દેશની બહાર
બ્રિટિશ ગુપ્તચર એજન્સીએ જણાવ્યું છે કે આ ચીની જાસૂસની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી અને હાલમાં તેને દેશમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા નથી. બ્રિટિશ સંસદના સ્પીકરની સંસદીય સુરક્ષા ટીમે વેસ્ટમિન્સ્ટરના તમામ સાંસદો અને સહકાર્યકરોને એક ચેતવણી સંદેશ મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ક્રિસ્ટીન લી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના યુનાઈટેડ ફ્રન્ટ અફેર્સ ડિપાર્ટમેન્ટ વતી જાણી જોઈને રાજકીય હસ્તક્ષેપની પ્રવૃત્તિઓમાં સામેલ છે.

કોણ છે Christine Lee?
સ્પીકરે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં બ્રિટનમાં કોઈ પણ રાજકારણી કોઈ ગુનાહિત મામલામાં સંડોવાયેલ હોવાની શંકા નથી. ક્રિસ્ટીન લી લંડન સ્થિત વકીલ છે અને લંડનમાં ચીની એમ્બેસીના ભૂતપૂર્વ મુખ્ય કાનૂની સલાહકાર પણ રહી ચૂક્યા છે. હાલમાં તે ઓવરસીઝ ચાઈનીઝ અફેર્સ ઓફિસની કાયદાકીય સલાહકાર છે. આ ઉપરાંત તે વેસ્ટમિન્સ્ટરમાં ઇન્ટર-પાર્ટી ચાઇના ગ્રુપની સેક્રેટરી પણ છે.

Donation આપીને વધાર્યા સંબંધ
MI-5એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે આ ચીની જાસૂસે ટોચના લેબર નેતા જેરેમી કોર્બીનના સહયોગી બેરી ગાર્ડિનરને તેના પુત્ર ડેનિયલ વિલ્કસ સાથે તેની ઓફિસમાં કામ કરવા માટે 500,000 પાઉન્ડથી વધુનું દાન આપ્યું છે. સાથે તેમણે લેબર પાર્ટીને કેટલાક અલગ અલગ ભાગોમાં સેંકડો હજારો પાઉન્ડથી વધુનું દાન કર્યું છે. પાંચ વર્ષ પહેલાં તેના ભંડોળ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. લેબર પાર્ટી સિવાય આ ચીની જાસૂસી પેઢીએ 2005માં લિબરલ ડેમોક્રેટ્સને 5000 પાઉન્ડનું દાન આપ્યું હતું. 2013 માં ક્રિસ્ટીન લીએ પાર્ટીના નેતા એડ ડેવીને ફરીથી £5,000નું દાન આપ્યું. તે સમયે એડ ડેવી તત્કાલીન ગઠબંધન સરકારમાં ઉર્જા મંત્રી હતા.

આ દેશોમાં પણ રહેલા છે ચીની જાસૂસ
જણાવવામાં આવી રહ્યું છે કે, લીને કન્ઝર્વેટિવ પાર્ટી સાથે પણ સંબંધ હોવાનું કહેવાય છે. ડેવિડ કેમરન જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેઓ ઘણી વખત તેમને મળ્યા હતા. યુકેની સંસદમાં ચીનની મહિલાના પ્રવેશ અંગેના આ ખુલાસાથી દેશમાં ખળભળાટ મચી ગયો છે. એવું માનવામાં આવે છે કે માત્ર બ્રિટન જ નહીં, ચીનના જાસૂસો ફ્રાન્સ, અમેરિકા અને નેધરલેન્ડ જેવા ઘણા દેશોમાં પણ ફેલાયેલા છે. ફ્રાન્સે 2011માં જ ચેતવણી આપી હતી કે ચીન તેના દેશમાં હનીટ્રેપ માટે મોટી સંખ્યામાં જાસૂસો તૈનાત કરી રહ્યું છે. ત્યારબાદ બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જ્યારે બ્રિટન અને નેધરલેન્ડે 2016માં ચીન પર આવા જ આરોપ લગાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news