Titan Submarine: ટાઈટન સબમરીનમાં સવાર તમામ 5 લોકોના મોત, ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયા હતા

OceanGate : ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા માટે 13000 ફૂટ નીચે સમુદ્રમાં ગયેલા ટાઈટન સબમરીનમાં સવાર તમામ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સબમરીનમાં અબજપતિ ઉદ્યોગપતિ અને OceanGate કંપનીના સીઈઓ સ્ટોકટન રશ પણ સામેલ છે. આ ઉપરાંત પાકિસ્તાની મૂળના અબજપતિ શહજાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ પણ આ સબમરીનમાં હતા.

	Titan Submarine: ટાઈટન સબમરીનમાં સવાર તમામ 5 લોકોના મોત, ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયા હતા

ટાઈટેનિક જહાજનો કાટમાળ જોવા માટે 13000 ફૂટ નીચે સમુદ્રમાં ગયેલા ટાઈટન સબમરીનમાં સવાર તમામ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સબમરીનમાં અબજપતિ ઉદ્યોગપતિ અને OceanGate કંપનીના સીઈઓ સ્ટોકટન રશ પણ સામેલ છે. આ ઉપરાંત પાકિસ્તાની મૂળના અબજપતિ શહજાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ પણ આ સબમરીનમાં હતા. એટલું જ નહીં પોલ  હેનરી નાર્જિયાલેટ, હામિશ હાર્ડિંગનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે સમમરીનમાં એક વિસ્ફોટ થયોઅને ત્યારબાદ આ દુર્ઘટના ઘટી. સબમરીનના કાટમાળની શોધ કેનેડાના જહાજ પર તૈનાત એક રોબોટ દ્વારા થઈ શકી છે. 

ટાઈટેનિક ટુરિઝમ પર OceanGate કંપનીની ટાઈટન સબમરીન 18 જૂનના રોજ નીકળી હતી. પરંતુ શરૂઆતના ગણતરીના કલાકોમાં જ સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારથી અકસ્માત થયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી. લાંબા અભિયાન બાદ જાણકારી મળી છે કે સબમરીનમાં ધડાકો થયો હતો અને તેમાં સવાર તમામ લોકો માર્યા ગયા હતા. સમુદ્રમાં 5 ભાગોમાં કાટમાળ દેખાયાની વાત કેનેડીયન જહાજના રોબોટની શોધમાં સામે આવી છે. OceanGate એ નિવેદન બહાર પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. આ અકસ્માત બાદ ટાઈટેનિક ટુરિઝમ ઉપર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ લોકો કાટમાળ જોવા માટે સમુદ્રમાં આટલા ઊંડે સુધી શું કામ જવા માંગતા હતા. 

કાટમાળ કાઢવાની કોશિશ
હાલ સબમરીનના કાટમાળને કાઢવાની કોશિશ થઈ રહી છે. મોર્ડન C-130 હરક્યુલિસ, P-8 સહિત 16 એરક્રાફ્ટ આ સબમરીનને શોધી રહ્યા હતા. આ દરમિયાન કાટમાળ જોવા મળ્યો છે. જેને કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કાટમાળ કાઢ્યા બાદ તેની તપાસ થશે તે પછી જ સ્પષ્ટ રીતે કઈ કહી શકાશે. છેલ્લા કેટલાક દિવસથી ટાઈટન સબમરીનની શોધ સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની હતી પરંતુ તેનો અંત દુખદ ખબર સાથે થયો છે. 

વાત જાણે એમ છે કે આજથી 111 વર્ષ પહેલા 15 એપ્રિલ 1912ના રોજ દુનિયાની સૌથી મોટી સમુદ્રી આફત ઘટી હતી. ટાઈટેનિક નામનું દુનિયાનું સૌથી મોટું વરાળ એન્જિનથી ચાલનારું જહાજ પાણીમાં ડૂબી ગયું હતું. જેમાં 1573 લોકોના મોત થયા હતા. આ બ્રિટિશ જહાજ ઉત્તરી પ્રશાંત મહાસાગરમાં ડૂબતા પહેલા 10 એપ્રિલના રોજ સાઉથમ્પટનના કાંઠેથી રવાના થયું હતું અને તે અમેરિકાના ન્યૂયોર્ક સિટી જઈ રહ્યું હતું. તે દરમિયાન જહાજ 15  એપ્રિલના રોજ ડૂબી ગયું. આ દુર્ઘટના પર ટાઈટેનિક ફિલ્મ પણ બની હતી. જે દુનિયાભરમાં ખુબ જોવાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news