Strongest Global Storm: ખતરાની ઘંટી! 160 માઈલની ઝડપે આવી રહ્યું છે વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું
Strongest Global Storm Of 2022: સાત દાયકાઓથી વધુ સમયમાં ફક્ત બે વાર જ ઓગસ્ટમાં તોફાન આવ્યું છે. પહેલું તોફાન 1961માં અને બીજુ 1997માં પરંતુ આ બંને વખતે એટલું શક્તિશાળી નહતું જેટલું આ વખતે છે. આ વાવાઝોડું બે દેશો માટે ખતરાની ઘંટી બન્યું છે. ખાસ જાણો તેના વિશે.
Trending Photos
Strongest Global Storm Of 2022: દુષ્કાળ અને હીટવેવથી પરેશાન જાપાન અને ચીન માટે વધુ એક મોટી મુસીબતના એંધાણ છે. વાત જાણે એમ છે કે આ બંને દેશોની ચિંતા 2022ના સૌથી મજબૂત વૈશ્વિક તોફાને વધારી દીધી છે જે પૂર્વ ચીન સાગરને પાર જાપાનના દક્ષિણી દ્વિપોને જોખમમાં નાખી શકે છે. યુએસ જોઈન્ટ ટાઈફૂન વોર્નિંગ સેન્ટર મુજબ સુપર ટાઈૂન હિનામનોર હાલ લગભગ 160 માઈલ (257 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું છે. તેની મહત્તમ ઝડપ 198 માઈલ પ્રતિ કલાક નોંધાયલી છે. તેના કારણ લહેરની ઊંચાઈ વધુમાં વધુ 50 ફૂટ (15 મીટર) સુધી નોંધાઈ છે.
જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીના એક અધિકારીના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં આ તોફાનની જેટલી ગતિ નોંધાઈ છે તેના આધારે હિનામનોર 2022નું સૌથી શક્તિશાળી અને ઝડપી તોફાન હશે. હોંગકોંગ ઓબ્ઝ્વેટરીએ કહ્યું કે સવારે 10 વાગે તોફાન જાપાનના ઓકિનાવાથી લગભગ 230 કિમી પૂર્વમાં કેન્દ્રીત હતું અને તેના પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ લગભગ 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી રયૂકુ દ્વીપ તરફ આગળ વધવાનું અનુમાન છે.
જો કે યુએસ જેટીડબલ્યુસીએ ભવિષ્યવાણી કરી છે કે આવનારા દિવસોમાં સુપર ટાઈફૂન પોતાની કેટલીક તાકાત ગુમાવી દશે. કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના મૌસમી તોફાન પૂર્વાનુમાનના પ્રમુખ ફિલ ક્લોટ્ઝબેકે જણાવ્યું કે અમે મહાસાગરનો રેકોર્ડ રાખીએ છીએ. સાત દાયકાઓથી વધુ સમયમાં ફક્ત બે વાર જ ઓગસ્ટમાં તોફાન આવ્યું છે. પહેલું તોફાન 1961માં અને બીજુ 1997માં પરંતુ આ બંને વખતે એટલું શક્તિશાળી નહતું જેટલું આ વખતે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે