IND vs PAK: આ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું 'I Love India', Video થઈ રહ્યો છે ખુબ વાયરલ

India vs Pakistan: એશિયા કપના પહેલા મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી સજ્જડ હારનો સામનો કરાવ્યો. આ મેચ બાદ ખેલાડીઓની પરસ્પર ઉષ્માભરી મુલાકાતના અનેક વીડિયો પણ વાયરલ થયા. હવે પાકિસ્તાનના એક ફાસ્ટ બોલરનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે આઈ લવ ઈન્ડિયા કહેતા જોવા મળે છે. 

IND vs PAK: આ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું 'I Love India', Video થઈ રહ્યો છે ખુબ વાયરલ

India vs Pakistan: એશિયા કપના પહેલા મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી સજ્જડ હારનો સામનો કરાવ્યો. આ મેચ બાદ ખેલાડીઓની પરસ્પર ઉષ્માભરી મુલાકાતના અનેક વીડિયો પણ વાયરલ થયા. હવે પાકિસ્તાનના એક ફાસ્ટ બોલરનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે આઈ લવ ઈન્ડિયા કહેતા જોવા મળે છે. તેમનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. 

વાયરલ થયો વીડિયો
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી પ્રેક્ટિસ સેશનથી પાછા ફરી રહ્યા છે. આ દરમિયાન એક ફેન તેમને કહે છે કે 'હસન ભાઈ ઈન્ડિયન તમારા ખુબ ફેન છે'. જેનો જવાબ આપતા હસન અલી કહે છે કે આઈ લવ ઈન્ડિયા. ત્યારબાદ આગળ બોલતા કહે છે કે ઈન્ડિયામાં ફેન તો હશે જ ને. હસન અલીને મોહમ્મદ વસીમ જૂનિયર ઈજાગ્રસ્ત થતા પાકિસ્તાનની ટીમમાં જગ્યા મળી હતી. પહેલા તેઓ એશિયા કપમાં પાકિસ્તાનની ટીમનો ભાગ નહતા. 

ભારતમાં થયા છે લગ્ન
હસન અલીના લગ્ન ભારતમાં થયા છે. હસન અલીએ 20 ઓગસ્ટ 2019ના રોજ શામિયા આરઝૂ સાથે નિકાહ કર્યા હતા. શામિયા મૂળ રીતે હરિયાણાના નૂંહ જિલ્લાના મેવાતની રહીશ છે. બંને પરિવારની મરજીથી દુબઈમાં લગ્ન થયા હતા. શામિયાની હસન અલી સાથે મુલાકાત એક ડિનર પાર્ટી દરમિયાન થઈ હતી. હસન અલીના પત્ની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તેમના દ્વારા શેર કરાયેલી તસવીરો ફેન્સને ખુબ પસંદ પડે છે. 

જુઓ Video

પાકિસ્તાન માટે રમ્યા છે ત્રણેય ફોર્મેટ
હસન અલીએ પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં 21 ટેસ્ટ, 60 વનડે અને 49 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. 2017માં પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતમાં હસન અલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હસન અલી રિવર્સ સ્વિંગમાં મહારથ હાંસલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news