Facebook Blue Badge: હવે ફેસબુક બ્લૂ ટિક માટે આપવા પડશે રૂપિયા, ઝુકરબર્ગે કરી જાહેરાત

Meta Verified Subscription: ટ્વિટરની જેમ હવે ફેસબુકે પણ પોતાના ગ્રાહકો માટે વેરિફાઇડ સબ્સક્રિપ્શન સર્વિસ શરૂ કરી છે. 

Facebook Blue Badge: હવે ફેસબુક બ્લૂ ટિક માટે આપવા પડશે રૂપિયા, ઝુકરબર્ગે કરી જાહેરાત

ન્યૂયોર્કઃ Facebook Blue Tick: ટ્વિટરની જેમ હવે ફેસબુક પણ પોતાના ગ્રાહકો માટે વેરિફાઇડ સબ્સક્રિપ્શન સર્વિસ લાવ્યું છે. ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે તેની જાહેરાત કરી છે. જલદી ગ્રાહકોને બ્લૂ ટિક સર્વિસ માટે ફેસબુકને પૈસા આપવા પડશે. 

રવિવાર (19 ફેબ્રુઆરી) એ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા સબ્સક્રિપ્શન સર્વિસ વિશે જાણકારી આપી છે. ઝુકરબર્ગે પોસ્ટમાં લખ્યું- આ સપ્તાહે અમે મેટા વેરિફાઇડ શરૂ કરી રહ્યાં છીએ જે એક સબ્સક્રિપ્શન સર્વિસ છે જે એક સરકારી ઓળખ પત્રની સાથે તમારા પોતાના એકાઉન્ટને વેરિફાઇડ કરશે. 

ઝુકરબર્ગ પ્રમાણે હવે ગ્રાહક રૂપિયા આપીને બ્લૂ બેઝ, સમાન ID સાથે નકલી એકાઉન્ટ્સ સામે રક્ષણ અને ગ્રાહક સપોર્ટની સીધી ઍક્સેસ. તેમણે કહ્યું કે આ નવું ફીચર ફેસબુકની સેવાઓમાં ઓથેન્ટિકેશન સિક્યોરિટી વધારવા વિશે છે.

ફેસબુક બ્લૂ ટિક માટે કેટલો ચાર્જ થશે?
મેટા વેરિફાઇડ સર્વિસની જાહેરાત કરતા ઝુકરબર્ગે યૂઝર્સને તે પણ જણાવ્યું કે તેણે કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે. ઝુકરબર્ગ પ્રમાણે એક યૂઝરે વેબ આધારિત વેરિફિકેશન માટે 11.99 ડોલર (993 રૂપિયા અંદાજિત) દર મહિને અને iOS પર આ સેવા માટે 14.99 ડોલર (1240 રૂપિયા અંદાજિત) દર મહિને ચુકવવા પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news