જાપાનઃ બસ સ્ટેન્ડ પર 13 બાળકો સહિત 22 લોકો પર માથાફરેલ વ્યક્તિનો ચાકુથી હુમલો, 3 મોત
એનએચકે રાષ્ટ્રીય ટેલિવિઝને અધિકારીઓનો હવાલો આપતા જણાવ્યું કે, કાવાસાકી શહેરમાં એક બસ સ્ટેન્ડ પર લોકો પર ચાકુથી હુમલો કરાયો છે.
Trending Photos
ટોકિયોઃ જાપાનની રાજધાની ટોકિયોમાં મંગળવારે સવારે અચાનક જ એક બસ સ્ટેન્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. એક માથાફરેલી વ્યક્તિએ અહીં 13 બાળકો સહિત 22 લોકો પર ચાકુથી હુમલો કરી દીધો. આ હુમલામાં 3ના મોત થયા છે, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે.
સમાચાર એજન્સી AFPના અનુસાર, ટોકિયોમાં મંગળવારે સવારે એક બસ સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં મુસાફરો ઊભા હતા. એ સમયે એક વ્યક્તિ ત્યાં આવ્યો અને પછી તેણે અચાનક જ લોકો પર ચાકુથી હુમલો કરવાનું શરૂ કરી દીધું. તેની નજીકમાં જે આવ્યું તેના પર તે હુમલો કરતો હતો. આ ઘટનામાં 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. 13 બાળકો સહિત લગભગ 19 લોકો આ હુમલામાં ઘાયલ થયા છે.
એનએચકે રાષ્ટ્રીય ટેલિવિઝને અધિકારીઓનો હવાલો આપતા જણાવ્યું કે, કાવાસાકી શહેરમાં એક બસ સ્ટેન્ડ પર લોકો પર ચાકુથી હુમલો કરાયો છે. પોલીસ રિપોર્ટમાં કહેવાયું છે કે, ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ લોકોમાંથી કોઈનું મોત થયું હોય એવા સમાચાર નથી.
કાવાસાકિ ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, એક વ્યક્તિનું મોત થયું છે. એનએચકેએ જણાવ્યું કે, હુમલાખોરને પકડી લેવાયો છે. ઘટનાસ્થળેથી બે ચાકૂ પણ મળ્યા છે.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે