7.2 તીવ્રતાના ભૂકંપથી હચમચી ગયો આ દેશ, હેવ મંડારાઇ રહ્યો છે દરિયાઇ તોફાનનો ખતરો

ન્યૂઝીલેન્ડના ઉત્તર પૂર્વમાં સ્થિત કેરમાડેક દ્વીપ સમૂહની પાસે રવિવારે 7.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ નાગરિક સુરક્ષા સંગઠને ભૂકંપ આવ્યા બાદ શરૂઆતી મિનિટો માટે તટ, બંદરો અને નાની નૌકાઓને ખતરાની ચેતવણી આપી હતી.

7.2 તીવ્રતાના ભૂકંપથી હચમચી ગયો આ દેશ, હેવ મંડારાઇ રહ્યો છે દરિયાઇ તોફાનનો ખતરો

વેલિંગટન: ન્યૂઝીલેન્ડના ઉત્તર પૂર્વમાં સ્થિત કેરમાડેક દ્વીપ સમૂહની પાસે રવિવારે 7.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ અધિકારિઓએ થોડીવાર પછી સુનામીની ચેતવણી આપી છે. ન્યૂઝીલેન્ડ નાગરિક સુરક્ષા સંગઠને ભૂકંપ આવ્યા બાદ શરૂઆતી મિનિટો માટે તટ, બંદરો અને નાની નૌકાઓને ખતરાની ચેતવણી આપી હતી. પરતું 8 મિનિટ બાદ આ ચેતવણી પરત લઇ લીધી હતી.

દરિયામાં આવી શકે છે તોફાન
શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 7.4 માનવામાં આવે છે, પરંતુ અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ બાદ તેની તીવ્રતા 7.2 જણાવવામાં આવી હતી. પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્રએ દક્ષિણ પ્રશાંત ક્ષેત્ર માટે જાહેર કરેલી સુનામી ચેતવણી પરત ખેચીં લીધી છે. પરંતુ કહ્યું છે કે જ્યાં ભૂકંપ આવ્યો છે તેની આસપાસના તટ વિસ્તારના દરિયામાં સામાન્ય ઉતાર-ચઢાવ આવી શકે છે.

ભૂકંપ સવારે 10 વાગની 55 મિનિટ (ભારતીય સમય અનુસાર સવારે 4 વાગીને 25 મીનિટ) પર આવ્યો હતો અને તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર અંદર હતું.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news