US: વિદેશીઓને ગેરકાયદે વસવામાં મદદ કરનારા 8 ભારતીયોની ધરપકડ

અમેરિકામાં ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગે ફ્રોડ ક રીને સેંકડો પ્રવાસીઓને વિદ્યાર્થીઓ તરીકે દેશમાં ગેરકાયદે વસાવવામાં મદદ કરવાના આરોપમાં આઠ લોકોની ધરપકડ  કરી છે. આ બધા કાં તો ભારતીય નાગરિક છે અથવા તો ભારતીય મૂળના અમેરિકી નાગરિકો છે. 
US: વિદેશીઓને ગેરકાયદે વસવામાં મદદ કરનારા 8 ભારતીયોની ધરપકડ

વોશિંગ્ટન: અમેરિકામાં ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિભાગે ફ્રોડ ક રીને સેંકડો પ્રવાસીઓને વિદ્યાર્થીઓ તરીકે દેશમાં ગેરકાયદે વસાવવામાં મદદ કરવાના આરોપમાં આઠ લોકોની ધરપકડ  કરી છે. આ બધા કાં તો ભારતીય નાગરિક છે અથવા તો ભારતીય મૂળના અમેરિકી નાગરિકો છે. 

પકડાયેલા લોકોની ઇંમર 30 વર્ષની આસપાસ છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ભારત કાકીરેડ્ડી, સુરેશ કંડાલા, પાણીદીપ કર્નાટી, પ્રેમ રામપીસા, સંતોષ સામા, અવિનાશ થક્કલાપલ્લી, અશ્વંત નુણે અને નવીન પ્રતિપતિ તરીકે  થઈ છે. જો કે આઈસીઈએ તેમની નાગરિકતાનો ખુલાસો કર્યો નથી. 

આઈસીઈએ એક નિવેદનમાં જણાવ્યું કે તેમાંથી છને ડેટ્રોઈટ વિસ્તારમાંથી જ્યારે અન્ય બેને વર્જિનીયા અને ફ્લોરિડામાંથી પકડવામાં આવ્યાં છે. વિશેષ એજન્ટ ચાર્જ ફ્રાન્સિસે જણાવ્યું કે આ શંકાસ્પદોએ સેંકડો વિદેશી નાગરિકોને વિદ્યાર્થી તરીકે બતાવીને ગેરકાયદે રીતે અમેરિકામાં રહેવામાં મદદ કરી. આ લોકોમાથી મોટાભાગના વિદ્યાર્થીઓ હતાં જ નહીં. 

તેમણે કહ્યું કે હોમલેન્ડ સુરક્ષાના વિશેષ તપાસ એજન્ટોએ દેશવ્યાપી એક નેટવર્કનો ખુલાસો કર્યો છે જેમણે અમેરિકાના ઈમિગ્રેશન કાયદાનો ભંગ કર્યો. વર્ષ 2016માં આઈસીઈએ નોર્ધન ન્યૂ જર્સીની એક ફેક યુનિવર્સિટી માટે આવા જ આરોપો પર લગભગ 21 લોકોની ધરપકડ કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news