કેનેડાથી આવ્યા આઘાતજનક સમાચાર, પ્લેન ક્રેશમાં બે ભારતીય ટ્રેઈની પાયલોટના મોત

Canada News: કેનેડામાં વિમાન દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં ભારતના બે ટ્રેઈની પાયલોટ સહિત 3 લોકોના મોત થયા છે. બંને ટ્રેઈની પાયલોટ મુંબઈના રહીશ હતા અને તેમના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે હતા.

કેનેડાથી આવ્યા આઘાતજનક સમાચાર, પ્લેન ક્રેશમાં બે ભારતીય ટ્રેઈની પાયલોટના મોત

કેનેડામાં વિમાન દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં ભારતના બે ટ્રેઈની પાયલોટ સહિત 3 લોકોના મોત થયા છે. બંને ટ્રેઈની પાયલોટ મુંબઈના રહીશ હતા અને તેમના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માત બ્રિટિશ કોલંબિયાના વાંકુવરથી લગભગ 100 કિલોમીટર દૂર ઈસ્ટ વિસ્તારમાં થયો. ત્યાં ચિલિવેકમાં નાનું વિમાન એરપોર્ટ પાસે એક મોટલ પાછળ દુર્ઘટનાગ્રસ્ત થયું. 

આ દુર્ઘટનામાં બે ટ્રેઈની પાયલોટ અને તેમાં સવાર એક અન્ય વ્યક્તિના મોત થયા. RCMP નું કહેવું છે કે અકસ્માત બાદ પરિજનોને જાણકારી આપવામાં આવી. 

જો કે હજું એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે અકસ્માત કેવી રીતે થયો? કેનેડિયન પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બે એન્જિનવાળું હળવું વિમાન પાઈપર પીએ-34 સેનેકા ઝાડી ઝાંખરા સાથે ટકરાઈને દુર્ઘટનાગ્રસ્ત થયું છે. કેનેડાના પરિવહન સુરક્ષા બોર્ડે કહ્યું કે તેઓ ઘટનાસ્થળે તપાસ ટીમ મોકલી રહ્યા છે. ઘટનાના કારણ અંગે જલદી ભાળ મેળવવામાં આવશે. 

સ્થિતિ નિયંત્રણમાં
કેનેડાના અધિકારીઓનું કહેવું છે કે ઘટનાસ્થળ પર પાંચ એમ્બ્યુલન્સ ટીમ પહોંચી ચૂકી છે. સ્થિતિ નિયંત્રણમાં છે. વિસ્તારમાં કોઈ ઘાયલ કે જોખમની સૂચના નથી. બે એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ પાછા બોલાવવામાં આવ્યા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news