CCTV સર્વેલન્સમાં આ દેશ પ્રથમ નંબરે, દર ચોથી વ્યક્તિ પર લાગ્યો છે એક કેમેરો


એક વાર્ષિક રિપોર્ટ પ્રમાણે વિશ્વભરમાં 770 મિલિયન કેમેરા પ્રયોગમાં છે. તેમાંથી 54 ટકાનો ઉપયોગ ચીનમાં થઈ રહ્યો છે. આ રિપોર્ટ કોમ્પેયરટેક નામની એક ફર્મે જારી કરી છે. 
 

CCTV સર્વેલન્સમાં આ દેશ પ્રથમ નંબરે, દર ચોથી વ્યક્તિ પર લાગ્યો છે એક કેમેરો

નવી દિલ્હીઃ તમે આ જાણીને ચોંકી જશો કે વિશ્વમાં સૌથી વધુ 20 મોનિટર થતાં શહેરોમાંથી 18 ચીન  (China)માં છે. અહીં એવરેજ દરેક 4.1 વ્યક્તિ પર એક કેમેરો લાગેલો છે. ચીનની મોટી જનસંખ્યાને જોતા અહીં અલગ-અલગ શહેરોમાં સીસીટીવી (CCTV)ની ઝાળ ફેલાયેલી છે. ચીનના શહેરો સિવાય મજબૂત સીસીટીવી સર્વેલાન્સ લંડન અને હૈદરાબાદનું છે. લંડન આ શ્રેણીમાં ત્રીજા સ્થાને છે તો હૈદરાબાદ 16મા સ્થાને છે. 

યૂકેમાં જારી એક વાર્ષિક રિપોર્ટ પ્રમાણે વિશ્વભરમાં 770 મિલિયન કેમેરા પ્રયોગમાં છે. તેમાંથી 54 ટકાનો ઉપયોગ ચીનમાં થઈ રહ્યો છે. આ રિપોર્ટ કોમ્પેયરટેક નામની એક ફર્મે જારી કરી છે. આ ફર્મ ટેક્નોલોજી સુવિધાઓ જેમ કે વીપીએન, એન્ટી વાયરસ અને એપ્સનું વિશ્લેષણ કરે છે. લોકડાઉનમાં કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે સીસીટીવી કેમેરોના ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્લોઝ્ડ-સર્કિટ ટેલીવિઝન (CCTV)ની મદદથી લોકો પર આકરી નજર રાખવામાં આવી કે તે પોતાના ઘરોમાંથી બહાર ન નિકળે. 

મહત્વનું છે કે ચીનમાં સત્તામાં રહેલી પાર્ટી પીપુલ્સ રિપબ્લિકન ઓફ ચીને વર્ષ 2018મા સરેરાશ 4.1 વ્યક્તિ પર એક કેમેરો લગાવ્યો હતો. તેનો રિપોર્ટ બ્રિટનની એક કંપની IHSએ માર્કેટને આપ્યો હતો. 

કોરોનાના કહેર વચ્ચે વધુ એક બ્લડ ટેસ્ટની થઇ શરૂઆત, ખાસ જાણો તેના વિશે

એક રિપોર્ટ અનુસાર વર્ષ 2021 સુધી ચીનમાં 576 મિલિયન કેમેરા લાગી જશે તો યૂએસમાં 85 મિલિયન કેમેરા લાગી જશે. 

ચીનનું તાઇવાન શહેર પ્રથમ નંબર પર છે, જ્યાં 4,65,255 સીસીટીવી કેમેરા લાગેલા છે. વસ્તી પ્રમાણે અહીં પ્રત્યેક 1,000 પર 119.57 સીસીટીવી લાગેલા છે. ચીને બિછાવેલી સીસીટીવીની જાળ હવે સુરક્ષાના કાયદા માટે પણ ખતરો બની રહ્યો છે, જેને લઈને એક્ટિવિસ્ટ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news