સાઉદીના શાહી પરિવારના 150 સભ્યોને જીવલેણ કોરોનાનો ચેપ?, કિંગ સલમાન આઈસોલેટ થયા

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાના દિગ્ગજ નેતાઓ, અભિનેતા, શાહી પરિવાર...સામાન્યથી માડીને વીવીઆઈપી લોકોને પોતાના ભરડામાં લઈ લીધા છે. હવે કોરોના વાયરસે સાઉદી અરબના શાહી પરિવારને પોતાની લપેટમાં લીધા છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ સાઉદી  અરબના સત્તારૂઢ શાહી પરિવારના 150 જેટલા સભ્યો કોરોના વાયરસના ચેપની આશંકાને કારણે આઈસોલેશનમાં છે. 

સાઉદીના શાહી પરિવારના 150 સભ્યોને જીવલેણ કોરોનાનો ચેપ?, કિંગ સલમાન આઈસોલેટ થયા

નવી દિલ્હી: ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાના દિગ્ગજ નેતાઓ, અભિનેતા, શાહી પરિવાર...સામાન્યથી માડીને વીવીઆઈપી લોકોને પોતાના ભરડામાં લઈ લીધા છે. હવે કોરોના વાયરસે સાઉદી અરબના શાહી પરિવારને પોતાની લપેટમાં લીધા છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ સાઉદી  અરબના સત્તારૂઢ શાહી પરિવારના 150 જેટલા સભ્યો કોરોના વાયરસના ચેપની આશંકાને કારણે આઈસોલેશનમાં છે. 

કોરોના વાયરસની ચપેટમાં આવ્યા બાદ સાઉદી અરબના પ્રિન્સ ફૈસલ બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદને આઈસીયુમાં રાખવામાં આવ્યાં છે. ફૈસલ સાઉદી અરબની રાજધાની રિયાધના ગવર્નર પણ છે. આ ઉપરાંત સાઉદી અરબના 84 વર્ષના કિંગ સલમાન જેદ્દાના નીકટના લોકો આઈસોલેશનમાં ગયા છે. જ્યારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સહિત શાહી પરિવારના અન્ય સભ્યો અને મંત્રી દૂરદૂરના વિસ્તારોમાં આઈસોલેશનમાં છે. 

ન્યૂયોર્ક ટાઈમ્સે કિંગ ફૈસલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવેલા હાઈ એલર્ટ મેસેજ અને શાહી પરિવારના નીકટના લોકો પાસેથી મળેલી સૂચનાના આધારે આ જાણકારી આપી છે. સાઉદી અરબના શાહી પરિવારની સારવાર કરી રહેલા ડોક્ટર હવે હોસ્પિટલમાં 500 બેડની પણ વ્યવસ્થા કરી રહ્યાં છે. જેથી કરીને શાહી પરિવાર અને તેમના સંપર્કમાં આવનારા વીઆઈપી લોકોની ત્યાં સારવાર થઈ શકે. 

જુઓ LIVE TV

આ સાથે જ હોસ્પિટલમાં દાખલ તમામ જૂના દર્દીઓને જેમ બને તેમ જલદી ખાલી કરવા જણાવાયું છે. હવે હોસ્પિટલમાં ફક્ત ઈમરજન્સી દર્દીઓ અને શાહી પરિવાર તથા વીઆઈપી લોકોની જ સારવાર થઈ શકશે. 

રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સાઉદી અરબના શાહી પરિવારના અનેક સભ્યો સતત યુરોપ અવરજવર કરતા રહે છે. કહેવાય છે કે તેમાંથી કેટલાક યુરોપના પ્રવાસ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં જેના કારણે સાઉદી અરબમાં કોરોના વાયરસ ફેલાયો છે. 

આ અગાઉ સાઉદી અરબના સ્વાસ્થ્ય મંત્રી તૌફીક અલ રબિયાએ કહ્યું હતું કે આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 10000થી 2 લાખ સુધી થઈ શકે છે. સાઉદી અરબ સરકારે આ જીવલેણ વાયરસને હરાવવા માટે 15 અબજ સાઉદી રિયાલ (લગભગ 3.99 અબજ ડોલર)ના ફંડની અલગથી વ્યવસ્થા કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news