વડોદરામાં મંથર ગતિએ ચાલતા મનપાના કામો, સ્થાનિકો અનુભવી રહ્યા છે દુવિધા
વડોદરાને સ્માર્ટ સીટી બનાવવાનાં સપના જોતાં શહેરનાં શાસકો એક ડ્રેનેજ ચેમ્બરને બેસાડવા માટે એક મહિનાના બદલે 6 મહિનાનો સમય લઈ રહ્યા છે. કારણ કે વડોદરા શહેરનાં કારેલીબાગ-અમિતનગર વિસ્તારમાં ચાલતું ડ્રેનેજ ચેમ્બરનું કામ એક મહિનામાં પૂરું કરવાનું હતું તે છ-છ મહિના થવા છતાં આજેપણ પુરુ થયું નથી.