કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં રજૂ કર્યું નાગરિક્તા સંશોધન બિલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે લોકસભામાં નાગરિક સંશોધન બિલ (Citizenship Amendment Bill)ને રજૂ કર્યું છે. બિલ રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે આ બિલ 0.001 ટકા અલ્પસંખ્યકો વિરૂદ્ધ નથી. બિલને રજૂ કરતાં સદનમાં વિપક્ષી પાર્ટીએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. ચર્ચાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા હતા. બિલ રજૂ થતાં કોંગ્રેસના લોકસભામાં નેતા અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે આ બિલની સાથે સરકાર મુસલમાનોને ટાર્ગેટ કરી રહી છે.

Trending news