ગુજરાતમાં શહેનશાહ, કલમ 370 દૂર કર્યા બાદ અમિત શાહનો પહેલો ગુજરાત પ્રવાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 ઓગષ્ટના 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 28 ઓગષ્ટે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં સીએમ સહિત ભાજપના નેતાઓ તેમનું ભવ્ય સ્વાગત કરશે. કલમ 370 દૂર કર્યા બાદ અમિત શાહનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે જેને લઇને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત ગાંધીનગર સાંસદ તરીકેની જ્યાં તેઓ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોમાં ભાગ લેશે. 29 ઓગષ્ટે પોતના મતવિસ્તારમાં સાયન્સ સીટી ખાતે વૃક્ષા રોપણ કરશે. અમદાવાદમાં 1 લાખ વૃક્ષો વાવવાના લક્ષ્યાંકની પૂર્ણતાના મહાનગરપાલિકાના સમારોહમાં તેઓ હાજરી આપશે.

Trending news