સુરતની દુર્ઘટના વિશે ભાજપના નેતાઓ સાથે ખાસ વાતચીત
સુરતમાં વિદ્યાર્થીઓ સાથે બનેલી હીચકારી ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. સુરતમાં 22 વિદ્યાર્થીઓનો ભોગ લેનારી આગની દુર્ઘટના બાદ ગુજરાત સરકાર સફાળી જાગી હોય તેમ નગરપાલિકા વિસ્તારોમાં ફાયર સેફ્ટીની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ તે તપાસવા આદેશ જારી કર્યાં છે. બીજી બાજુ આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસીસ અને જ્યાં ફાયરની સુવિધા નથી ત્યાં લાલ આંખ કરવામાં આવી છે. આ અંગે ભાજપના નેતાઓ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે.