સુરત: અજાણ્યા શખ્સ દ્વારા કારનો કાચ તોડી 12 લાખની ચોરી

એક સપ્તાહ પહેલા સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા મનીષભાઈ દાલમિયા કામ અર્થે કાર લઈ બહાર નીકળ્યા હતા. દરમિયાન સીટીલાઇટ વિસ્તારમાં આવેલા જોગસ પાર્ક ની બહાર પોતાની કાર પાર્ક કરી હતી જેમાં રૂપિયા 12 લાખ રોકડા મુક્યા હતા કાર પાર્ક કર્યા બાદ કોઇ અજાણ્યા શખ્સ દ્વારા કારનો કાચ તોડી 12 લાખની ચોરી કરી ભાગી છૂટ્યો હતો આ બનાવમાં ઉમરા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ઉમરા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચે તપાસ આરંભી હતી.

Trending news