અંધજન મંડળની બહેનોએ કર્યું દિવડાઓનું વેચાણ

દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક કંપની દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અંધજન મંડળમાં દીવડા બનાવતી મહિલાઓને આમંત્રિત કરવામાં આવ્યા.અંધજન મંડળથી આમંત્રિત કરાયેલી મહિલાઓ જાતે પોતાના હાથે બનાવેલા દીવડા લઈને આવી અને ઓફિસમાં હાજર લગભગ તમામ કર્મચારીઓ દ્વારા અંધજન મંડળ તરફથી આવેલી મહિલાઓ પાસેથી દીવડા ખરીદવામાં આવ્યા.

Trending news