શેરી મહોલ્લાની ખબર: પંચમહાલના કાલોલ વિસ્તારમાં કપીરાજનો ત્રાસ

હાઉસિંગ સોસાયટી કાલોલ ની સૌથી મોટી અને સ્વચ્છ સોસાયટી છે.આ સોસાયટી માં અંદાજિત 250 ની વસ્તી છે.અને અહીં જાગૃત અને શિક્ષિત લોકો રહે છે જેને લઇ છેલ્લા ઘણા સમય થી અહીં સ્વચ્છતા અને સૌહાર્દ જળવાઈ રહ્યું છે.સોસાયટી માં તમામ જાહેર પ્રસંગો ધામધૂમ થી ભેગા મળી ને ઉજવે છે.આ સોસાયટી હાલોલ શામળાજી હાઈ વે ની એકદમ નજીક આવેલી સોસાયટી હોઈ રહીશો ને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે અને વાહનો સોસાયટી ની અંદર ઘુસી જવા ના બનાવો પણ ભૂતકાળ માં બનેલા છે.અન્ય સમશ્યા માં આ સોસાયટી માં કપિરાજો નો ભારે આતંક છેલ્લા ત્રણ મહિનાઓ થી સતાવી રહ્યો છે.સોસાયટી ની મહિલાઓ પર આ કપિરાજો હુમલાઓ કરી રહ્યા છે ત્યારે વન વિભાગ અને કાલોલ નગર પાલિકા ને અનેક વખત રજૂઆતો કરવા છતાં આ સોસાયટી ની સમશ્યા નું નિરાકરણ આજદિન સુધી આવ્યું નથી

Trending news