શેરી મહોલ્લાની ખબર: જાણો ગાંધીધામના ગળપાદરના રહીશોની સમસ્યા

ગાંધીધામની ભાગોળે આવેલા ગળપાદર ગામ નજીક અનેક સોસાયટી બની છે પરંતુ માળખાગત સુવિધાઓની સમસ્યાઓથી અહીં વસતા લોકો પીડાઈ રહ્યા છે નેશનલ હાઇવે પરનું ગામ એટલે ગળપાદર આ ગામની આજુબાજુના ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં શ્રમજીવીઓ અને કર્મચારીઓ માટેની અહી મોટી વસાહત છે અને અનેક સોસાયટીમાં હજારો લોકો વસવાટ કરે છે જે પૈકી વર્ધમાનનગર અને સહારાનગરમા પણ મોટી સંખ્યામાં લોકો રહેશે આ વિસ્તારમાં પંચાયત દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ સાથે અહીંયા સફાઇની કામગીરી કરવામાં આવતી નથી ડ્રેનેજ સમસ્યાને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત છે અને માર્ગોના પણ કામો કરવામાં આવતા નથી જેથી લોકોને યાતના ભોગવવી પડતી હોવાનું આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું.

Trending news