ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓના દિલ્હીમાં ધામા

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. ત્યારે આજે રાત્રે મહત્વની બેઠક યોજી છે. ગુજરાતની રાજ્યસભાની ચુંટણી માટે ઉમેદવાર નક્કી કરવા માટે બેઠક યોજી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સાથે રાત્રે આઠ કલાકે બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડીયા સહિતના ગુજરાત કોંગ્રેસના શિર્ષસ્થ નેતાઓ હાજર રહેશે.

Trending news