દિવાળીમાં વધુ બસો દોડાવી એસટી વિભાગને થઇ કરોડોની આવક

સમગ્ર દેશમા દિવાળીના પર્વને ધામધુમથી ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે સુરતમાં પણ દિવાળીના પર્વને લઇ તૈયારીઓ શરુ થઇ ગઇ છે. દર વર્ષે સુરતમા વસતા સૌરાષ્ટ્રવાસી લોકો પોતાના વતન દિવાળીના પર્વની ઉજવણી માટે જતા હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તરફ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામા આવ્યુ છે. દિવાળીના પહેલા જ દિવસે એસટી વિભાગે 50 લાખની આવક થઇ હતી. ત્યારે બીજા દિવસે આ આવક સીધી 1.21 કરોડને પાર થઇ ગઇ હતી.

Trending news