ગાંધીનગર સીટની જાહેરાત બાદ રાજકોટવાસીઓએ શું કહ્યું, જુઓ Videoમાં

લોકસભા 2019ની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે પોતાની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે જાહેર કરેલ પ્રથમ યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચુંટણી લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમિત શાહને ગાંધીનગર બેઠકના ઉમેદવાર જાહેર કરતા રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મીઠા મોઢા કરવી અમિત શાહને આવકારવામાં આવ્યા હતા. અમિત શાહને આવકારતા કાર્યક્રમ માં ભાજપ કાર્યાલય ખાતે નેતાઓ કાર્યકર્તાઓ ડીજેના તાલે ઝૂમ્યા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

Trending news