કાશ્મીર મુદ્દે ફરી એકવાર પીએમ ઇમરાન ખાનની આંતરરાષ્ટ્રીય ફજેતી
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત કરી હતી. ન્યૂયોર્કમાં સોમવારે થયેલી આ બેઠકમાં ટ્રમ્પે ઇમરાન ખાનને હાઉડી મોદી (Howdy Modi) ઇવેન્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યુ કે પીએમ મોદીએ કાશ્મીર પર ખૂબ જ આક્રમક ભાષણ આપ્યું હતું, ત્યાં હાજર લોકોને તેમનું ભાષણ ખૂબ પસંદ પડ્યું હતું. લોકોએ મોદીના ભાષણનું જોરદાર સમર્થન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે UNGAમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે.