600 વીધાના ખેતરો પર ફરી વળ્યું નર્મદા કેનાલનું પાણી, વિરમગામમાં ખેડૂતોનું થયું મોટુ નુકશાન
અમદાવાદ નજીક વિરમગામના સુરજગઢ ગામમાં નર્મદા કેનાલ ઓવર ફેલો થતા તેના પાણી ખેતરોમાં ઘૂસ્યા છે. જેને કારણે ખેડૂતોના માથે મોટુ નુકશાન સહેવાનો વારો આવ્યો છે. ગઈકાલે આ ઘટના બની હતી, જેમાં હાલ તો પાણીની આવક ખેતરોમા ઓછી થઇ, પરંતુ ખેતરોમા પાણી હજુ પણ યથાવત છે. જેને કારણે ઉભો પાક બગ્ડ્યો છે. 600 વીધાથી વધારે જમીન પર રવી પાકને નુકશાનનો અંદાજ છે.