મહાબલિપુરમ પહોંચ્યા, મોદી-જિનપિંગના સ્વાગત માટે શાકભાજીનો ઉપયોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે અનૌપચારિક મુલાકાત માટે ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) ચેન્નાઈ પહોંચી ગયા છે. . ચેન્નાઈ એરપોર્ટ ઉતરતા જ શી જિનપિંગનું પરંપરાગત વેશભૂષા અને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે જિનપિંગને રિસિવ કર્યાં. આ ઉપરાંત તામિલનાડુના મુખ્યમંત્રી ઈ.પલાનીસ્વામી, ઉપમુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમ પણ સ્વાગતમાં હાજર હતાં. જિનપિંગના સ્વાગતમાં લાલ કારપેટ બિછાવવામાં આવી હતી. તેમના સ્વાગતમાં કલાકારોએ કેરળના પ્રસિદ્ધ પરંપરાગત નૃત્ય ચેંદા મેલમને પ્રસ્તુત કર્યું. આ નૃત્યની તૈયારીઓ ઘણા સમયથી થઈ રહી હતી.